શું તમે જાણો છો કે વિશ્વની પ્રથમ શાળા ક્યાં ખોલવામાં આવી હતી?
શાળા એ આપણા જીવનનું પ્રથમ પગથિયું છે. આપણે બધા શાળા છોડ્યા પછી કૉલેજ જઈએ છીએ. પાછળ રહી જાય છે શાળાની એ મીઠી યાદો, જે કાયમ તમારી સાથે રહે છે.શાળા એ આપણા જીવનનો મોટો ભાગ છે.આવી સ્થિતિમાં, ધારો કે કોઈ તમને પૂછે કે આધુનિક શાળાઓના પિતા કોણ હતા? વિશ્વની પ્રથમ શાળા ક્યાં ખોલવામાં આવી હતી? આ એવા પ્રશ્નો છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.જો તમને ખબર ન હોય તો ઠીક છે.અમે તમને જણાવીશું કે,પ્રથમ શાળા ક્યાં ખોલવામાં આવી હતી અને કોને શાળાના પિતા માનવામાં આવે છે.
આપણા દેશમાં ગુરુકુળની વર્ષોથી પરંપરા છે.ગુરુકુળોને આધુનિક બનાવીને શાળાઓ બનાવવામાં આવી.બીજી તરફ, વિશ્વમાં ઝડપથી શાળાઓ ખોલવામાં આવી રહી હતી.હોરેસ માનને આ આધુનિક શાળાઓના શોધક માનવામાં આવે છે.હોરેસ માનનો જન્મ 1796માં થયો હતો. હોરેસ માન સામાજિક સુધારણાના આર્કિટેક્ટ હતા.તેમણે પ્રથમ વખત આધુનિક શાળાનો પાયો નાખ્યો.હવે તમારા મનમાં આ પ્રશ્ન આવતો જ હશે કે પહેલા શાળા ક્યાં ખોલવામાં આવી હતી, તો ચાલો તેના વિશે પણ જણાવીએ
જોકે,હોરેસ માનએ મોડર્ન સ્કૂલનો પાયો નાખ્યો હતો, પરંતુ તે પહેલા અમેરિકાના બોસ્ટનમાં સ્કૂલની સ્થાપના થઈ ચૂકી હતી.આ શાળા હોરેસ માનના જન્મ પહેલા ખોલવામાં આવી હતી.શાળાની સ્થાપના 23 એપ્રિલ 1635ના રોજ ફ્લિમેન પેરામોન્ટ દ્વારા કરવામાં આવી હતી.અહીં પ્રથમ વખત વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન અને અમેરિકન ઇતિહાસ શીખવવામાં આવ્યો હતો.