ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત તે તેમનો પર્સનલ વિષયઃ અમેરિકા
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો ઉપર દુનિયાની નજર મંડાયેલી છે. હાલ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. દરમિયાન પાકિસ્તાનના પીએમ શરીફએ ભારત પાસે મદદ માટે હાથ લંબાવ્યો છે. જો કે, ભારત જ્યાં સુધી આતંકવાદ ખતમ ના થાય ત્યાં સુધી વાત નહીં કરવાના પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યું છે. દરમિયાન અમેરિકાએ કહ્યું હતું કે, અમે દક્ષિણ એશિયામાં શાંતિનું સમર્થન કરીએ છીએ. અમેરીકી વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત તે તેમનો પર્સનલ વિષય છે.
અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસએ જણાવ્યું હતું કે, અમે લાંબા સમયથી દક્ષિણ એશિયાની ક્ષેત્રીય સ્થિરતાની માગ કરી રહ્યાં છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીતની શકયતા છે, વાતચીતમાં કોઈ પ્રકારની પ્રગતિ અને વાતચીતનું સ્વરૂપ બંને દેશનો પોતાનો પર્સનલ મુદ્દો છે. બંને દેશ વચ્ચે શાંતિ ક્ષેત્રીય સ્થિરતા મહત્વની છે અને અમેરિકી લાંબા સમયથી આ વિસ્તારમાં શાંતિ ઈચ્છે છે. અમે નિશ્ચિત રીતે આ વિસ્તારમાં સ્થિરતા જોવા માંગીએ છીએ. પાકિસ્તાન સાથેના સંબંધ અંગે અમેરિકાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની કોઈ પણ નિર્વાચિત સરકાર સાથે વાત કરવા અમે તૈયાર છીએ અને તેમની સાથે કામ કરીશું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન અમારુ સાથી છે, પાકિસ્તાન સાથે તમામ સરકારો સાથે સારા સંબંધ રાખવા માંગીએ છીએ. જો કે, અમેરિકા પાકિસ્તાનની સરકારોને તેમના દ્વારા અપનાવાતી નીતિઓના આધાર ઉપર આંકીએ છીએ.