- નેઝલ વેક્સિનની કિમંતો થઈ નક્કી
- ખાનગી હોસ્પિટલમાં 800 અને સરકારીમાં 325 રુ. ચૂકવવા પડશે
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં હવે નાક વડે આપવામાં આવતી કોરોનાની વેક્સિનને પણ મંજૂરી મળી ચૂકી છે ત્યારે વિતેલા દિવસને પ્રજાસત્તાક દિવસે આ વેક્સિને લોંચ કરવામાં આવી છે.
દેશમાં તેના પ્રકારની પ્રથમ ઇન્ટ્રાનાસલ કોવિડ-19 રસી ઈન્કોવેક લોન્ચ કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે આ રસી લોન્ચ કરી. તે સ્વદેશી રસી ઉત્પાદક ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવી છે.
ભારત બાયોટેકની ઈન્કોવેક રસીના લોકાર્પણ પ્રસંગે, કંપનીના ચેરમેન અને એમડી ડો. ક્રિષ્ના ઈલાએ જણાવ્યું હતું કે આ રસી પહોંચાડવામાં સરળ છે અને તેને કોઈ સિરીંજ કે સોયની જરૂર નથી. સૌથી અગત્યનું, આ રસી ત્રણ રોગપ્રતિકારક અસર પેદા કરે છે, IgG, IgA અને T સેલ પ્રતિભાવો. તેમણે દાવો કર્યો હતો કે વિશ્વની અન્ય કોઈ રસી ત્રણ પ્રકારની પ્રતિક્રિયા આપી શકતી નથી.
આ વેક્સિન લોંચ થયા બાદ હવે તે ખાનગી હોસ્પિટલોમાં 800 રૂપિયામાં અને સરકારી હોસ્પિટલોમાં 325 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ દેશની પ્રથમ નેઝલ રસી હશે, જેને બૂસ્ટર ડોઝ તરીકે પણ લઈ શકાય છે. આ રસીની ટ્રાયલ સફળતા પૂર્વ પૂર્મ થયું છે.
દેશમાં 14 જગ્યાએ તેનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જેમાં 3100 લોકોએ ભાગ લીધો હતો. ડિસેમ્બરની શરૂઆતમાં, ભારત બાયોટેકની નાકની રસી બજારમાં લાવવાની મંજૂરી આપવામાં આવીઆ રસી એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે ઓછા પૈસામાં સામાન્ય લોકો સુધી પહોંચી શકશે.