1 ફેબ્રુઆરીથી ટાટાના આ વાહનો થઈ જશે મોંઘા,કંપનીએ જણાવ્યું મોટું કારણ
નવા વર્ષની શરૂઆત સાથે, કંપનીઓએ તેમની લાઇનઅપમાં મોડલની કિંમતો વધારવાનું શરૂ કરી દીધું છે.આ યાદીમાં સિટ્રોએન, મહિન્દ્રા અને ટાટા કંપનીઓના નામ સામેલ છે.તાજેતરમાં મહિન્દ્રાએ તેની લોકપ્રિય XUV700ની કિંમતમાં વધારો કર્યો છે.આ સાથે ટાટાએ સફારી, હેરિયર અને અન્ય મોડલની કિંમતોમાં પણ 1.2%નો વધારો કર્યો છે.આ વધેલી કિંમતો 1 ફેબ્રુઆરીથી લાગુ થશે.જોકે, ઉત્પાદક દ્વારા ડિસેમ્બરમાં જાહેરાત કરવામાં આવી હતી કે,વધેલી કિંમતો 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે.
આ વધેલી કિંમતો પાછળનું કારણ ફરી એકવાર ઉત્પાદક દ્વારા ઈનપુટ ખર્ચમાં થયેલા વધારાને આભારી છે.પરંતુ કંપનીએ તેના ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો કરવાની જાહેરાત કરી નથી.
ટાટા મોટર્સે જણાવ્યું હતું કે, “કંપની નિયમનકારી ફેરફારો અને એકંદર ઇનપુટ ખર્ચમાં વધારાને કારણે વધેલા ખર્ચના નોંધપાત્ર હિસ્સાને શોષી રહી છે અને તેથી આ વધારા દ્વારા અમુક ભાગ પસાર કરી રહી છે.1 ફેબ્રુઆરી, 2023 થી, વેઇટેડ એવરેજ વધારો વેરિઅન્ટ અને મોડલના આધારે 1.2% હશે.