આગ્રા:તાજમહેલ 12 ફેબ્રુઆરીએ 4 કલાક માટે બંધ રહેશે, G-20 મહેમાનોનું થશે સ્વાગત
દિલ્હી:ભારત આ વર્ષે G-20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે.તેમાં આવનારા મહેમાનોનું સ્વાગત કરવા માટે ભારત સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે.આગ્રા પ્રશાસન પણ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.કોલેજના વિદ્યાર્થીઓ આખા રોડના બ્યુટીફિકેશનમાં વ્યસ્ત જોવા મળે છે.બ્રજ પ્રદેશની સંસ્કૃતિને સમગ્ર શહેરની દિવાલો પર વોલ પેઈન્ટીંગ દ્વારા દર્શાવવામાં આવી છે.ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અમૃત અભિજાત પોતે આ કામ પર નજર રાખી રહ્યા છે.
માહિતી અનુસાર, આગ્રામાં G-20 મહેમાનોના આગમનને કારણે તાજમહેલ 12 ફેબ્રુઆરીએ ચાર કલાક માટે પ્રવાસીઓ માટે બંધ રહેશે.માત્ર G-20ના પ્રતિનિધિઓ જ તાજમહેલ, લાલ કિલ્લો અને અન્ય ઈમારતોમાં પ્રવેશી શકશે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે,11 અને 12 ફેબ્રુઆરીએ આગ્રામાં યોજાનારી G-20ની પ્રથમ બેઠકમાં મહિલા સશક્તિકરણના મુદ્દાઓ ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે.
આગ્રાના જિલ્લા મેજિસ્ટ્રેટ નવનીત સિંહ ચહલે જણાવ્યું કે,12 ફેબ્રુઆરીએ G-20 દેશોના મહેમાનો પણ તાજમહેલ, આગ્રા ફોર્ટ અને બેબી તાજની મુલાકાત લઈ શકશે, પરંતુ આ સ્મારકો પર મહેમાનોના આગમનનો સમય હજુ નક્કી કરવામાં આવ્યો નથી.
સામાજિક કાર્યકર્તા વિજય ઉપાધ્યાયે કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે G-20 સંમેલનની અધ્યક્ષતા કરવા જઈ રહ્યા છે, જે ભારતના 125 કરોડ લોકો માટે સૌભાગ્યની વાત છે.તેમણે કહ્યું કે તમામ દેશોના પ્રતિનિધિઓ આગ્રામાં એકઠા થશે અને તાજમહેલથી સમગ્ર વિશ્વને પ્રેમનો સંદેશ આપશે, જે એક શાનદાર ક્ષણ હશે.