દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાઃ 13.07 લાખ યુવાનોને તાલીમ અપાઈ, 7.90 લાખને નોકરી માટે પ્લેસમેન્ટ મળ્યું
નવી દિલ્હીઃ સરકાર ગ્રામીણ વિકાસ પર ભાર મૂકી રહી છે, જે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કરેલા આર્થિક સર્વે 2022-23માં એના પર મૂકેલા ભાર પરથી સમજી શકાય છે. સર્વમાં નોંધવામાં આવ્યું છે કે, દેશની કુલ વસતીનો 65 ટકા હિસ્સો (2021નાં આંકડા મુજબ) ગ્રામીણ વિસ્તારોમાં વસે છે અને વસતીનો 47 ટકા હિસ્સો આજીવિકા માટે કૃષિ પર નિર્ભર છે. એટલે સરકારને ગ્રામીણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. સરકાર વધારે સમાનતાલક્ષી અને સર્વસમાવેશક વિકાસ સુનિશ્ચિત કરવા ગ્રામીણ વિસ્તારોમાં જીવનની ગુણવત્તા સુધારવા પર ભાર મૂકી રહી છે. ગ્રામીણ અર્થતંત્રમાં સરકારના જોડાણનો ઉદ્દેશ અતિ ગ્રામીણ ભારતની સક્રિય સામાજિક-આર્થિક સમાવેશકતા, સંકલન અને સશક્તિકરણ મારફતે જીવનમાં પરિવર્તન લાવવાનો અને આજીવિકા વધારવાનો છે.
સર્વેમાં રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેના વર્ષ 2019થી વર્ષ 2021 માટેના આંકડાનો સંદર્ભ ટાંકવામાં આવ્યો છે, જે ગ્રામીણ જીવનની ગુણવત્તા સાથે સંબંધિત વિવિધ પ્રકારના માપદંડોમાં વર્ષ 2015-16ની સરખામણીમાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે. આ માપદંડોમાં વીજળીના પુરવઠાની ઉપલબ્ધતા, પીવાના પાણીના સ્તોત્રોમાં સુધારો, શહેરી આરોગ્ય વીમા યોજનાઓનું કવરેજ વગેરે સામેલ છે. મહિલા સશક્તિકરણની કામગીરીએ પણ વેગ પકડ્યો છે, જેમાં પારિવારિક નિર્ણય લેવાની પ્રક્રિયામાં, બેંક ખાતાઓ ધરાવવામાં અને મોબાઇલ ફોનના વપરાશમાં મહિલાઓની ભાગીદારીમાં સ્પષ્ટ વધારો જોવા મળ્યો છે. ગ્રામીણ મહિલાઓ અને બાળકોના આરોગ્ય સાથે સંબંધિત મોટા ભાગના માપદંડોમાં સુધારો થયો છે. આ પરિણામલક્ષી આંકડા ગ્રામીણ જીવનના ધારાધોરણોમાં મધ્યમ ગાળાની વ્યવહારિક પ્રગતિને સ્થાપિત કરે છે, જેને મૂળભૂત સુવિધાઓ અને કાર્યક્રમના અસરકારક અમલીકરણ પર નીતિગત ધ્યાન કેન્દ્રિત કરવાથી મદદ મળી છે. સર્વેમાં નોંધવામાં આવ્યું છે કે, સરકારનાં બહુપાંખિયા અભિગમથી વિવિધ યોજનાઓ મારફતે ગ્રામીણ આવક અને જીવનની ગુણવત્તા વધારો થયો છે.
- આજીવિકા, કૌશલ્ય વિકાસ
રાષ્ટ્રીય દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન (DAY-NRLM)નો ઉદ્દેશ આર્થિક રીતે નબળાં કુટુંબોને સ્વરોજગારી અને કુશળતાપૂર્વક વેતનની રોજગારીની તકોનો લાભ આપવા સક્ષમ બનાવવાનો છે, જેના પરિણામે તેમના માટે સતત અને વિવિધતાસભર આજીવિકાના વિકલ્પો ઊભા થયા છે. આ ગરીબોની આજીવિકા સુધારવા વિશ્વની સૌથી મોટી પહેલો પૈકીની એક છે. આ અભિયાનનું મહત્વપૂર્ણ કે હાર્દરૂપ પાસું છે – એનો સમુદાય-સંચાલિત અભિગમ, જે મહિલા સશક્તિકરણ માટે સામુદાયિક સંસ્થાઓના સ્વરૂપમાં વિશાળ મંચ પ્રદાન કરે છે.
ગ્રામીણ મહિલાઓ આ કાર્યક્રમનું હાર્દ છે. આ કાર્યક્રમ મહિલાઓની સામાજિક-આર્થિક સશક્તીકરણ પર વ્યાપક રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે. આશરે 4 લાખ સ્વયં સહાય જૂથ (SHG) સભ્યો સામુદાયિક સંસાધન વ્યક્તિઓ (CRPs) તરીકે તાલીમબદ્ધ છે (તેમાં પશુ સખી, કૃષિ સખી, બેંક સખી, બિમા સખી, પોષણ સખી વગેરે સામેલ છે). તેઓ પાયાના સ્તરે અભિયાનના અમલીકરણમાં મદદ કરે છે. અભિયાને ગરીબ અને આર્થિક રીતે નબળાં સમુદાયોમાંથી કુલ 8.7 કરોડ મહિલાઓમાંથી 81 લાખ મહિલાઓને SHGs બનાવી છે.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર સુરક્ષા યોજના (MGNREGS) અંતર્ગત કુલ 5.6 કરોડ પરિવારોએ રોજગારીનો લાભ લીધો હતો અને યોજના અંતર્ગત (6 ફેબ્રુઆરી, 2023 સુધી) કુલ 225.8 કરોડ માનવદિવસોની રોજગારી પેદા થઈ છે. આ વર્ષો દરમિયાન MGNREGS અંતર્ગત થયેલા કાર્યોની સંખ્યામાં સતત વધારો થયો છે, જેમાં નાણાકીય વર્ષ 2021-22માં 85 લાખ કાર્યો પૂર્ણ થયા હતા અને નાણાકીય વર્ષ 2022-23માં અત્યાર સુધી (9 જાન્યુઆરી, 2023 સુધી) 70.6 લાખ કાર્યો પૂર્ણ થયા હતા. આ કાર્યોમાં ઘરગથ્થું અસ્કયામતોનું સર્જન સામેલ છે, જેમ કે પશુઓના શેડ, કૃષિ તળાવો, કૂવાઓનું ખોદકામ, બાગાયતી ખેતી, વર્મિકમ્પોસ્ટિંગ માટે ખાડાં વગેરે, જેમાં લાભાર્થીઓને પ્રમાણભૂત દરો મુજબ શ્રમ અને સામગ્રી એમ બંનેના દર મળે છે. પ્રાયોગિક રીતે 2થી 3 વર્ષના ટૂંકા ગાળાની અંદર આ અસ્કયામતો કૃષિ ઉત્પાદકતા, ઉત્પાદન સાથે સંબંધિત ખર્ચ અને કુટુંબદીઠ આવક પર મહત્વપૂર્ણ સકારાત્મક અસર કરે છે એવું જોવા મળ્યું છે, જેની સાથે સ્થળાંતરણ સાથે સંબંધિત નકારાત્મક અસર ઘટાડે છે અને ઋણ ઘટાડે છે, ખાસ કરીને બિનસંસ્થાગત સ્તોત્રોમાંથી. સર્વેમાં નોંધવામાં આવ્યું છે કે, આ ગ્રામીણ આજીવિકામાં મજબૂતી ઉમેરવા અને આવકના પ્રવાહોમાં વિવિધતા લાવવા માટે લાંબા ગાળાની અસર ધરાવે છે. દરમિયાન આર્થિક સર્વેમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર સુરક્ષા યોજના (MGNREGS) કામ માટે માસિક માગમાં વર્ષ-દર-વર્ષ (વાર્ષિક ધોરણે) ઘટાડો પણ જોવા મળ્યો છે અને સર્વે નોંધે છે કે, આ કૃષિની ઊંચી વૃદ્ધિ અને કોવિડ-19માંથી ઝડપથી બેઠા થવાને કારણે ગ્રામીણ અર્થતંત્ર થાળે પડી ગયું છે.
સરકાર માટે કૌશલ્ય વિકાસ મહત્વપૂર્ણ કેન્દ્રિત ક્ષેત્રો પૈકીનું એક છે. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) અંતર્ગત 30 નવેમ્બર, 2022 સુધી કુલ 13,06,851 ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે, જેમાંથી 7,89,685ને નોકરી માટે પ્લેસમેન્ટ મળ્યું છે.
- મહિલા સશક્તીકરણ
સ્વયં સહાય જૂથો (SHGs)ની પરિવર્તનકારક સંભવિતતા કોવિડ-19 પ્રત્યે પાયાના સ્તરે પ્રતિભાવમાં તેમની ચાવીરૂપ ભૂમિકા દ્વારા જોવા મળી હતી. આ સંભવિતતા મહિલા સશક્તિકરણ દ્વારા ગ્રામીણ વિકાસના પ્રેરકબળ તરીકે કામ કરે છે. ભારત આશરે 1.2 કરોડ SHGs ધરાવે છે, જેમાંથી 88 ટકા સંપૂર્ણ મહિલા SHGs છે. SHG બેંક લિંકેજ પ્રોજેક્ટ (SHG-BLP)ની શરૂઆત વર્ષ 1992માં થઈ હતી, જે દુનિયાના સૌથી મોટા માઇક્રોફાઇનાન્સ પ્રોજેક્ટ તરીકે વિકસ્યો છે. SHG-BLP 31 માર્ચ, 2022 સુધી રૂ. 47,240.5 કરોડની સેવિંગ ડિપોઝિટ ધરાવતા 119 લાખ SHGs મારફતે 14.2 કરોડ પરિવારોને આવરી લે છે તથા જામીનમુક્ત બાકી નીકળતી લોન રૂ. 1,51,051.3 કરોડ સાથે 67 લાખ ગ્રૂપને આવરી લે છે. SHGs ધિરાણ લિન્ક્ડની સંખ્યા છેલ્લાં 10 વર્ષ (નાણાકીય વર્ષ 2012-13થી નાણાકીય વર્ષ 2021-22) દરમિયાન 10.8 ટકાના સીએજીઆર પર વધી છે. નોંધપાત્ર બાબત એ છે કે, SHGsની બેંકની પુનઃચુકવણી 96 ટકાથી વધારે છે, જે તેમની ધિરાણની ચુકવણીમાં શિસ્ત અને વિશ્વસનિયતા પર ભાર મૂકે છે.
મહિલાઓનાં આર્થિક SHGs સકારાત્મકતા ધરાવે છે, મહિલાઓના આર્થિક, સામાજિક અને રાજકીય સશક્તિકરણ પર આંકડાકીય મહત્વપૂર્ણ અસર ધરાવે છે, જેમાં નાણાનાં સંચાલન, નાણાકીય રીતે નિર્ણયો લેવાની જાણકારી, સામાજિક નેટવર્કમાં સુધારો, એસેટની માલિકી અને આજીવિકાની વિવિધતા જેવા વિવિધ માર્ગો દ્વારા હાંસલ થયેલા સશક્તિકરણ પર સકારાત્મક અસરો સામેલ છે.
DAY-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાનના તાજેતરના મૂલ્યાંકન મુજબ, સહભાગીઓ અને પદાધિકારીઓ બંને મહિલા સશક્તિકરણ, સ્વમાન સંવર્ધન, વ્યક્તિત્વ વિકાસ, સામાજિક દૂષણોમાં ઘટાડા સાથે સંબંધિત ક્ષેત્રોમાં કાર્યક્રમની ઊંચી અસર ધરાવે છે તથા શ્રેષ્ઠ શિક્ષણ, ગ્રામીણ સંસ્થાઓમાં ઊંચી ભાગીદારી અને સરકારી યોજનાઓની શ્રેષ્ઠ સુલભતાની દ્રષ્ટિએ મધ્યમ અસર ધરાવે છે.
કોવિડ દરમિયાન SHGsએ મહિલાઓને એકતાંતણે બાંધવા, તેમના ગ્રૂપની ઓળખની બહાર નીકળવા અને કટોકટીનું વ્યવસ્થાપન કરવામાં સહિયારું પ્રદાન કરવામાં સારી ભૂમિકા ભજવી હતી. તેઓ કટોકટીના વ્યવસ્થાપનમાં પથપ્રદર્શક ભાગીદારો તરીકે બહાર આવી હતી, જેમાં તેમણે માસ્ક, સેનિટાઇઝર અને સુરક્ષા ઉપકરણ બનાવવા, મહામારી વિશે જાગૃતિ લાવવા, આવશ્યક ચીજવસ્તુઓ પ્રદાન કરવા, સામુદાયિક રસોડા ચલાવવા, કૃષિ આજીવિકાને ટેકો આપવા વગેરેમાં મોખરે રહીને સારી કામગીરી કરી હતી. SHGs દ્વારા માસ્કનું ઉત્પાદન નોંધપાત્ર રહ્યું છે, જેનાથી અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં વસતાં સમુદાયોમાં માસ્કની સુલભતા અને ઉપયોગ શક્ય બન્યો છે તથા કોવિડ-19 વાયરસ સામે આવશ્યક સુરક્ષા પ્રદાન કરી છે. 4 જાન્યુઆરી, 2023 સુધી DAY-NRLM અંતર્ગત SHGs દ્વારા 16.9 કરોડથી વધારે માસ્કનું ઉત્પાદન થયું હતું.
ગ્રામીણ મહિલાઓ આર્થિક પ્રવૃત્તિમાં વધુને વધુ સહભાગી થઈ રહી છે. સર્વેમાં ગ્રામીણ મહિલા શ્રમ દળ સહભાગીદારીના દર (FLFPR)માં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે વર્ષ 2018-19માં 19.7 ટકાથી વધીને વર્ષ 2020-21માં 27.7 ટકા થયો છે. સર્વે FLFPRમાં આ વૃદ્ધિને રોજગારીના જાતિગત પાસાં પર સકારાત્મક વિકાસ ગણાવે છે, જેણે મહિલાઓના ખાલી સમયમાં ગ્રામીણ સુવિધાઓમાં વધારામાં પ્રદાન કર્યું છે અને વર્ષોથી કૃષિ ક્ષેત્રમાં ઊંચા વૃદ્ધિને વેગ આપ્યો છે. દરમિયાન સર્વેમાં એવું તારણ રજૂ થયું છે કે, ભારતનો મહિલા LFPRને નજરઅંદાજ કરવામાં આવે એવી શક્યતા છે, પણ સર્વેની ડિઝાઇનમાં સુધારા અને જરૂરી સામગ્રી સાથે વધારે સચોટ રીતે કામ કરતી મહિલાઓની વાસ્તવિક સંખ્યા જાણી શકાશે.
- તમામ માટે મકાન
સરકારે દરેક અને તમામ માટે ગરિમા સાથે મકાન પ્રદાન કરવા “વર્ષ 2022 સુધી તમામ માટે મકાન” અભિયાન શરૂ કર્યું હતું. આ લક્ષ્યાંક સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ (પીએમએવાય-જી) નવેમ્બર, 2016માં શરૂ થઈ હતી, જેનો ઉદ્દેશ વર્ષ 2024 સુધી ગ્રામીણ વિસ્તારોમાં કાચા અને નબળાં મકાનોમાં રહેતાં દરેક લાયક અને બેઘર પરિવારોને મૂળભૂત સુવિધાઓ સાથે આશરે 3 કરોડ પાકાં મકાનો પ્રદાન કરવાનો છે. આ યોજના અંતર્ગત મકાનોની ફાળવણીમાં જમીનવિહોણા લાભાર્થીઓને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે. યોજના અંતર્ગત 6 જાન્યુઆરી, 2023 સુધી કુલ 2.7 કરોડ મકાનો મંજૂર થયા છે અને 2.1 કરોડ મકાનો પૂર્ણ થયા છે. નાણાકીય વર્ષ 2022-23માં 52.8 લાખ મકાનોનું નિર્માણ કરવાના કુલ લક્ષ્યાંક સામે 32.4 લાખ મકાનોનું નિર્માણ પૂર્ણ થયું છે.
- પાણી અને સ્વચ્છતા
73મા સ્વતંત્રતા દિવસ પર 15 ઓગસ્ટ, 2019ના રોજ જલ જીવન અભિયાન (જેજેએમ)ની જાહેરાત થઈ હતી, જેનો આશય વર્ષ 2024 સુધીમાં રાજ્યો સાથે જોડાણમાં તેનો અમલ કરીને ગામડાઓમાં દરેક ગ્રામીણ ઘર અને સરકારી સંસ્થાઓને નળ વાટે પાણી પ્રદાન કરવાનો છે, જેમાં શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, આશ્રમ શાળાઓ (જનજાતિ રહેવાસી શાળાઓ), આરોગ્ય કેન્દ્રો વગેરે સામેલ છે. ઓગસ્ટ, 2019માં જેજેએમની શરૂઆતના સમયે કુલ 18.9 કરોડ ઘરોમાંથી આશરે 3.2 કરોડ (17 ટકા) ઘર નળ વાટે પાણીના પુરવઠાની વ્યવસ્થા ધરાવતા હતા. આ અભિયાન શરૂ થયાથી 18 જાન્યુઆરી, 2023 સુધી 19.4 કરોડ ગ્રામીણ ઘરોમાંથી 11.0 કરોડ પરિવારોને તેમના ઘરોમાં નળ વાટે પાણીનો પુરવઠો મળી રહ્યો છે.
મિશન અમૃત સરોવરનો ઉદ્દેશ અમૃત વર્ષ – આઝાદીના 75મા વર્ષ દરમિયાન દેશના દરેક જિલ્લામાં 75 જળાશયોને વિકસાવવાનો અને નવજીવન આપવાનો છે. આ અભિયાન વર્ષ 2022માં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના રોજ સરકારે શરૂ કર્યું હતું. શરૂઆતમાં 50,000 અમૃત સરોવરોના લક્ષ્યાંક સામે કુલ 93,291 અમૃત સરોવર સાઇટની ઓળખ થઈ હતી, 54,047થી વધારે સાઇટ પર કામગીરી શરૂ થઈ હતી અને તેમાંથી કુલ 24,071 અમૃત સરોવરોનું નિર્માણ થયું છે. આ અભિયાનથી 32 કરોડ ક્યુબિક મીટર પાણી જાળવવાની ક્ષમતા વિકસાવવામાં મદદ મળી હતી અને દર વર્ષે 1.04,818 ટન કાર્બનની કુલ કાર્બન સીક્વેસ્ટ્રેશન સંભવિતતા ઊભી થઈ હતી. આ અભિયાન સમુદાયોમંથી શ્રમ દાન સાથે જનઆંદોલનમાં પરિવર્તન થયું છે, જેમાં જે તે વિસ્તારના સ્વતંત્રતાસેનાનીઓ, પહ્મ પુરસ્કાર વિજેતાઓ અને વયોવૃદ્ધ નાગરિકો પણ જળ વપરાશકર્તા જૂથોની સ્થાપના સાથે સહભાગી થયા છે. આની સાથે જલદૂત એપની શરૂઆત થઈ છે, જે સરકારી દસ્તાવેજમાં મદદરૂપ થાય છે અને ભૂગર્ભ જળ સંસાધનો અને સ્થાનિક જળના સ્તર પર નજર રાખવામાં મદદરૂપ થાય છે, જેનાથી પાણીની ખેંચ ભૂતકાળ બની ગઈ છે.
સ્વચ્છ ભારત અભિયાન (ગ્રામીણ)ના બીજા તબક્કાનો અમલ નાણાકીય વર્ષ 2020-21થી નાણાકીય વર્ષ 2024-25 સુધી થઈ રહ્યો છે. આનો ઉદ્દેશ તમામ ગામડાઓને ગામડાઓનું ઓડીએફ સ્ટેટ્સ જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ઓડીએફ પ્લસમાં પરિવર્તિત થવાનો છે તથા ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપનની વ્યવસ્થાઓ સાથે તમામ ગામડાઓને આવરી લેવાનો છે. ભારતે 2 ઓક્ટોબર, 2019ના રોજ દેશમાં તમામ ગામડાઓમાં ઓડીએફનો દરજ્જો હાંસલ કર્યો હતો. દેશમાં નવેમ્બર, 2022 સુધી અભિયાન અંતર્ગત આશરે 1,24,099 ગામડાઓને ઓડીએફ પ્લસ જાહેર કરવામાં આવ્યાં છે. આંદમાન અને નિકોબાર ટાપુઓને પ્રથમ સ્વચ્છ, સુજલ પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે, જેના તમામ ગામડાઓને ઓડીએફ પ્લસ જાહેર કરવામાં આવ્યાં છે.
- ધુમાડામુક્ત ગ્રામીણ ઘરો
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 9.5 કરોડ એલપીજી જોડાણો આપવાથી એલપીજી કવરેજ 62 ટકા (1 મે, 2016ના રોજ)થી વધારીને 99.8 ટકા (1 એપ્રિલ, 2021 સુધી) કરવામાં મદદ મળી છે. નાણાકીય વર્ષ 2021-22 માટે યુનિયન બજેટમાં પીએમયુવાય યોજના એટલે કે ઉજ્જવલા 2.0 અંતર્ગત વધુ એક કરોડ એલપીજી જોડાણો આપવાની જોગવાઈ કરવામાં આવી છે – આ યોજના ડિપોઝિટ-મુક્ત એલપીજી જોડાણ ઓફર કરશે, લાભાર્થીઓને પ્રથમ રીફિલ અને હોટ પ્લેટ નિઃશુલ્ક ખર્ચે આપે છે તથા નોંધણીની સરળ પ્રક્રિયા ધરાવે છે. આ તબક્કામાં ખાસ સુવિધા સ્થળાંતરણ કરેલા પરિવારોને આપવામાં આવી છે. આ ઉજ્જવલા 2.0 યોજના અંતર્ગત 1.6 કરોડ જોડાણો 24 નવેમ્બર, 2022 સુધી આપવામાં આવ્યાં છે.
- ગ્રામીણ માળખાગત સુવિધા
સર્વેમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, પોતાના તમામ વર્ટિકલ/હસ્તક્ષેપ અંતર્ગત પોતાની શરૂઆતથી અત્યાર સુધી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી મંજૂર થયેલા 7,23,893 કિલોમીટરના 1,73,775 માર્ગો બનાવવામાં અને 7,789 લોંગ સ્પાન બ્રિજ (એલએસબી)નું નિર્માણ કરવામાં મદદ મળી હતી, જેની સામે 8,01,838 કિલોમીટરના 1,84,984 માર્ગો અને 10,383 લોંગ સ્પાન બ્રિજ (એલએસબી) મંજૂર થયા હતા. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, પીએમજીએસવાય પર વિવિધ સ્વતંત્ર અસર મૂલ્યાંકન અભ્યાસો હાથ ધરવામાં આવ્યાં હતાં, જેમાં તારણ બહાર આવ્યું છે કે, યોજના કૃષિ, આરોગ્ય, શિક્ષણ, શહેરીકરણ, રોજગારીના સર્જન વગેરે પર સકારાત્મક અસર ધરાવે છે.