મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ સામે પૂર્વ CM ઉમા ભારતીએ મોરચો માંડ્યો
ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ફરી એકવાર દારૂના મુદ્દે રાજ્ય સરકારને ઘેરી છે. તેમણે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ‘સેવક’ની ભૂમિકામાંથી બહાર નીકળીને ‘પ્રશાસક’ બનવાની અપીલ કરી છે. ઉમા ભારતીનું વલણ પોતાની જ પાર્ટી સામે આટલું અકડ કેમ છે? તેમજ તેની પાર્ટી પર શું અસર પડી શકે છે. તે અંગે રાજકીયવર્તુળમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.
તેમણે કહ્યું હતું કે, ‘મુખ્યમંત્રીએ મને કહ્યું છે કે તેઓ 31 જાન્યુઆરીએ નવી દારૂ નીતિની જાહેરાત કરશે. નવી દારૂની નીતિ માટે વધુ રાહ જોઈશ નહીં અને એક દિવસ પછી હું દારૂની દુકાનોમાં ગૌશાળાઓ ખોલીશ. સીએમને ‘સેવક’ની ભૂમિકામાંથી બહાર નીકળીને ‘પ્રશાસક’ બનવાની અપીલ કરું છું.
તેમણે કહ્યું કે, લોકશાહીમાં, જો ખરાબ અને ખૂબ ખરાબ વચ્ચે પસંદગી હોય, તો લોકો ખરાબને પસંદ કરે છે અને ખરાબ સરકાર બનાવે છે. ચૂંટણી જીતીને સરકારમાં રહેવું નહીં, પરંતુ સ્વસ્થ સમાજ, મહિલાઓની સુરક્ષા અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવું એ મોટી વાત છે.
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજિત કાર્યક્રમમાં ભરત લોધીએ પણ મતદાતાઓને વોટ આપતા પહેલા તેમના હિતને જોવાની અપીલ કરી છે. તેણીએ કહ્યું હતું કે, ‘હું દરેકને ભાજપને મત આપવા કહીશ, કારણ કે હું પાર્ટીની વફાદાર સૈનિક છું. પરંતુ હું તમને પક્ષના વફાદાર સૈનિક ન બનવાની અપીલ કરું છું.
અત્રે ઉલ્લેખયની છે કે, હાલ મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે અને અગાઉ ઉમા ભારતીની આગેવાનીમાં ભાજપાએ સરકાર બનાવી હતી.