દિલ્હીમાં કથિત શરાબ કેલમાં ઈડીની ચાર્જશીટ, ગોવા ચૂંટણીમાં ફંડનો ઉપયોગનો ‘આપ’ ઉપર આક્ષેપ
નવી દિલ્હીઃ દિલ્હીમાં કથિત શરાબ કૌભાંડ કેસમાં ઈડીએ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ કૌભાંડથી મેળવવામાં આવેલા નાણાનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ ગોવા વિધાનસભા ચૂંટણીમાં કર્યો હોવાનું ખુલ્યું છે. 70 લાખ રૂપિયા રોકડની ચુકવણી તે સર્વે ટીનના વોલિન્ટિયર્સને આપવામાં આવ્યા હતા. વિજય નાયરએ અભિયાનથી જોડાયેલા કેટલાક લોકોને રકમ પ્રાપ્ત કરવા કહ્યું હતું.
ગત વર્ષે ગોવા સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ગોવા વિધાનસભાની ચૂંટણીમાં બે બેઠકો ઉપર આપનો વિજય થયો હતો. જ્યારે પંજાબમાં સરકાર બનાવી હતી. ઈડીએ કથિત દારુ કૌભાંડના કેસમાં ચાર્જશીટ કરી છે. ઈડીની અત્યાર સુધીનીતપાસમાં સામે આવ્યું છે કે, આ ફંડનો ઉપયોગ ગોવા વિધાનસભા ચૂંટણી 2022માં થયો હતો. આમ આદમી પાર્ટીને આ રકમ ચૂંટણીમાં વાપરી હતી. વિજય નાયરે આપના નેતાઓ વતી મગુનતા ક્ષીનિવાસુલુ રેડ્ડી, રાઘવ મગુંટા, સારથ રેડ્ડી અને કે.કવિતાના એક ગ્રુપ પાસેથી રૂ. 100 કરોડની લાંચ લીધી હતી. આ રેકેટમાં અભિષેક બોઈનપલ્લી પણ સામેલ હતા. અભિષેકએ રૂ. 100 કરોડના ટ્રાન્ઝેક્શનમાં મદદ કરી હતી.
ઈડીની ચાર્જશીટ સામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે સવાલ કર્યાં છે. કેજરિવાલે કહ્યું હતું કે, ઈડીએ આ સરકારના કાર્યકાળમાં 5000 ચાર્જશીટ દાખલ કરી છે. ઈડીનો કેસ ખોટો છે. ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. ઈડીની ખોટી રીતે રાજકીય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારને પાડવા માટે ઈડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઈડીની ચાર્જશીટ કાલ્પનિક છે.