73 વર્ષમાં પ્રથમ વખત આજે સુપ્રિમ કોર્ટના સ્થાપના દિવસની ઉજવણી – સિંગાપોરના ચીફ જસ્ટિસ બન્યા મુખ્ય મહેમાન, સીજેઆઈ ચંદ્રચૂડે કર્યું સ્વાગત
- 73 વર્ષમાં પ્રથમ વખત સુપ્રિમ કોર્ટના સ્થાપના દિવસવની ઉજવણી
- સિંગાપોરના ચીફ જસ્ટિસ બન્યા મુખ્ય મહેમાન
દિલ્હીઃ- આજે 4 ફેબ્રુઆરીના રોજ 73 વર્ષની અંદર પ્રથમ વખત સુપ્રિમકોર્ટના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે.CJI જીવાય ચંદ્રચુડે વિતેલા દિવસને શુક્રવારે આ ઉજવણીનો ભઆગ બનવા આવેલા સિંગાપોર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુંદરેશ મેનનનું સ્વાગત કર્યું હતું.
જાણકારી પ્રમાણે જસ્ટિસ મેનને CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચની કાર્યવાહીનું અવલોકન કર્યું. આ પ્રસંગે બોલતા CJIએ કહ્યું કે સિંગાપોરના મુખ્ય ન્યાયાધીશ સુંદરેશ મેનનને આમંત્રણ આપવું સન્માનની વાત છે. જસ્ટિસ મેનન શનિવારે સ્થાપના દિવસ માટે પ્રથમ વાર્ષિક વ્યાખ્યાન આપ્યું હતુ
આ સ્થાપના દિવસની ઉજવણીની શરુઆત આજ વર્ષથી કરવામાં આવી રહી છે.આ વખતે સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 73 વર્ષ બાદ એક નવી પરંપરા શરૂ થઈ રહી છે. આ વખતે સુપ્રીમ કોર્ટ પોતાનો સ્થાપના દિવસ ઉજવવા જઈ રહી છે. સિંગાપોરના મુખ્ય ન્યાયાધીશ મેનન આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. આ દરમિયાન તેઓ તેમનું પ્રવચન પણ આપશે.