પીએમ મોદી જયપુર મહાખેલના ભાગ લેનારા ખેલાડીઓને સંબોધન કરશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી ફેબ્રુઆરીના રવિવારે જયપુર મહાખેલના સહભાગીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે. 2017 થી જયપુર ગ્રામીણના લોકસભા સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડ દ્વારા જયપુરમાં જયપુર મહાખેલનું આયોજન કરવામાં આવે છે.
મહાખેલ, જે આ વર્ષે કબડ્ડી સ્પર્ધા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે, તે રાષ્ટ્રીય યુવા દિવસ એટલે કે 12મી જાન્યુઆરી, 2023 ના રોજ શરૂ થઈ હતી. તેમાં 450થી વધુ ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ અને તમામ 8 વિધાનસભાના વોર્ડમાંથી 6400થી વધુ યુવાનો અને રમતવીરોની ભાગીદારી જોવા મળી છે. માહખેલની સંસ્થા જયપુરના યુવાનોને તેમની રમતની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડે છે અને તેમને કારકિર્દીના વિકલ્પ તરીકે રમતગમતને અપનાવવા પ્રેરિત કરે છે.
કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે રમતવીરોને પ્રોત્સાહન આપવા તથા પ્રતિભાઓને શોધવા માટે ખેલ કુંભનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં પણ દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.