પાકિસ્તાને વિકીપીડિયા પર લગાવ્યો પ્રતિબંધ -નિંદા સંબંધિત સામગ્રીને દૂર કરવામાં નિષ્ફળ હોવાનો લગાવ્યો આરોપ
દિલ્હીઃ- આજકાલ પાકિસ્તાન દરેક બાબતે ચર્ચાનો વિષ્ય રહ્યું છે આર્થિક તંગી હોય કે આતંકવાદને પ્રોત્સાહન આરપવાની વાત હોય હંમેશા પાકિસ્તાન વિવાદમાં હોય છએ ત્યારે હવે પાકિસ્તાને પોતાના દેશમાં વિકિપીડિયાને બ્લોક કર્યું હોવાની માહિતી સામે આવી છે.
પાકિસ્તાનના સમાચાર સ્ત્રો પ્રમાણે આ કાર્યવાહી વિકિપીડિયા વેબસાઇટ પર નિંદાના સંબંધમાં કરવામાં આવી છે. પાડોશી દેશે વિકિપીડિયા પર ઈશનિંદા સંબંધિત સામગ્રી હટાવવાનો આરોપ લગાવ્યો છે. ધ ન્યૂઝ અખબારની જો માનવામાં આવે તો, પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીએ વિકિપીડિયાને અયોગ્ય સામગ્રી દૂર કરવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું.
આ સાથે જ પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે વિકિપીડિયા નિંદા સંબંધિત સામગ્રીને દૂર કરવામાં નિષ્ફળ રહ્યું છે, તેથી જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પાકિસ્તાનમાં વિકિપીડિયા પર પ્રતિબંધ મૂકવાની આ કાર્યવાહી પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી (PTA)ની ચેતવણીના થોડા દિવસો બાદ કરવામાં આવી છે.
આ સહીત PTA એ જણાવ્યું છે કે અપવિત્ર સામગ્રીને દૂર કરવા માટે વિકિપીડિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે, આ સમયે તે સ્પષ્ટ નથી કે વિકિપીડિયાને શું દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું.ત્યાર બાદ પાકિસ્તાનની સરકારે આ પગલું ભર્યું છે.દેશમાં લાગુ કાયદા અને કોર્ટના આદેશો હેઠળ નોટિસ જાહેર કરીને વિવાદિત કન્ટેન્ટને બ્લોક કરવા અને દૂર કરવા માટે વિકિપીડિયાનો સમ્પર્ક કરી દૂર કરવા માટે કહ્યું હતું. આમ ન થતા પાકિસ્તાને આ પગલુ ભર્યું છે તેમ સમાચારોમાં કહેવામાં આવી રહ્યું છે.