1. Home
  2. ગુજરાતી
  3. કચ્છના રણ ખાતે આજથી બે દિવસીય પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠક મળશે
કચ્છના રણ ખાતે આજથી બે દિવસીય પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠક મળશે

કચ્છના રણ ખાતે આજથી બે દિવસીય પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠક મળશે

0
Social Share

અમદાવાદઃ પર્યટન મંત્રાલયના ઉપક્રમે 07 થી 09 ફેબ્રુઆરી દરમિયાન કચ્છના રણ ખાતે પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, પર્યટન, સંસ્કૃતિ અને DONER મંત્રાલયના મંત્રી જી. કિશન રેડ્ડી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં G20 સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ સહિત 100થી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહેવાના છે.

પર્યટન મંત્રાલયે ભારતની G-20ની અધ્યક્ષતા દરમિયાન પાંચ અગ્રતા ક્ષેત્રોને ઓળખી કાઢ્યા છે, જે પર્યટન ક્ષેત્રમાં પરિવર્તનને વેગ આપવા માટે મુખ્ય આધારનું નિર્માણ કરશે અને 2030 દીર્ઘકાલિન વિકાસના લક્ષ્યાંકો પ્રાપ્ત કરશે.

  • હરિત પર્યટન “ટકાઉક્ષમ, જવાબદારીપૂર્ણ અને સ્થિતિસ્થાપક પર્યટન ક્ષેત્ર માટે પર્યટન ક્ષેત્રને હરિયાળી સાથે જોડવાની કામગીરી છે”
  • ડિજિટલાઇઝેશન “પર્યટન ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા, સમાવેશીતા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલાઇઝેશનની શક્તિનો ઉપયોગ કરવા પર કેન્દ્રિત છે”
  • કૌશલ્યો “પર્યટન ક્ષેત્રમાં રોજગારીઓ અને ઉદ્યોગસાહસિકતા માટે કૌશલ્યવાન યુવાનોનું સશક્તિકરણ” કરવાનું ક્ષેત્ર છે
  • પર્યટન MSME ક્ષેત્ર હેઠળ “પર્યટન ક્ષેત્રમાં આવિષ્કાર અને ગતિશીલતા લાવવા માટે પર્યટન MSME/સ્ટાર્ટઅપ્સ/ખાનગી ક્ષેત્રનું જતન” કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
  • ગંતવ્ય વ્યવસ્થાપનમાં “SDG લક્ષ્યો પ્રાપ્ત કરી શકાય તેવા સર્વાંગી અભિગમ તરફ ગંતવ્યોના વ્યૂહાત્મક વ્યવસ્થાપન અંગે પુનર્વિચાર કરવા”ના પરિબળને સમાવી લીધું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code