1. Home
  2. ગુજરાતી
  3.  દેશની મોટી સફળતા – NIS  વિક્રાંત પર લાઈટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ તેજસનું સફળ લેન્ડિંગ
 દેશની મોટી સફળતા – NIS  વિક્રાંત પર લાઈટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ તેજસનું સફળ લેન્ડિંગ

 દેશની મોટી સફળતા – NIS  વિક્રાંત પર લાઈટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ તેજસનું સફળ લેન્ડિંગ

0
Social Share
  • એનઆઈએસ વિક્રાંત પર તેજસનું સફળ લેન્ડિંગ
  • દેશને મળી મોટી સફળતા

દિલ્હીઃ ભારત દેશની ત્રણયે સેના વધુને વધુ મજબૂત બની રહી છે કેન્દ્રના અથાગ પ્રયત્નોથી દરેક મોર્ચે ભારત સફળ સાબિત થી રહ્યું છે ત્યારે હવે ભારતને વધુ એક કાર્યમાં સફળતા મળી છે  જે મુજબ NIS  વિક્રાંત પર ફાઈટર જેટ તેજસનું સફળતા પૂર્વક લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

INS વિક્રાંત એ પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ છે અને આપણા દેશ દ્વારા બનાવવામાં આવેલ સૌથી જટિલ યુદ્ધ જહાજ છે. તે ગર્વની વાત છે કે આ જહાજને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા આંતરિક રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્માણ કરાયું છેય

સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતે સ્વદેશી નિર્મિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનું લેન્ડિંગ કરીને તેની શક્તિનું પ્રદર્શન કર્યું.જે  મોટુ સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે. સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટે દરિયાઇ અજમાયશ દરમિયાન એરક્રાફ્ટ કેરિયરના ફ્લાઇટ ડેક પરથી સફળતાપૂર્વક ઉડાન ભરી હતી અને પછી અહીં ઉતરાણ કર્યું હતું.

ભારતીય નૌકાદળનું આ પ્રદર્શન સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટની ડિઝાઇન, વિકાસ અને સંચાલનમાં ભારતની વધતી જતી ક્ષમતાને દર્શાવે છે.એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “ભારતીય નેવીએ આત્મનિર્ભર ભારત તરફ એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. નૌકાદળના પાઇલોટ્સ INS વિક્રાંત પર LCA લેન્ડિંગ કરે છે. આનાથી સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતાને પણ પ્રોત્સાહન મળશે.આ સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ સાથે એરક્રાફ્ટ કેરિયરને સ્વદેશી ડિઝાઇન, વિકાસ, નિર્માણ અને સંચાલિત કરવાની ભારતની ક્ષમતા દર્શાવે છે.”

ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ તેજસ ટેસ્ટ પાઇલટ કોમોડોર જયદીપ માવલંકર (નિવૃત્ત), જેમના નેતૃત્વમાં તેજસનું નેવલ વેરિઅન્ટ વિકસાવવામાં આવ્યું છે, તેમણે એરક્રાફ્ટ કેરિયર પર ફાઇટર એરક્રાફ્ટને લેન્ડિંગ કરવામાં આવતા પડકારો સમજાવ્યા હતા.

પાયલોટને ફ્લાઇટ ડેક પર ઉતરતી વખતે માત્ર 2.5 સેકન્ડમાં શૂન્યથી 240 કિમી પ્રતિ કલાકની ઝડપ લાવવા માટે શારીરિક પડકારોનો સામનો કરવો પડે છે. ભૂતપૂર્વ પરીક્ષણ પાઇલટે જણાવ્યું હતું કે એવા પ્રસંગો બન્યા છે જ્યારે પાઇલોટ્સ તેમના હાર્નેસને લોક કરવાનું ભૂલી ગયા હતા, અને તેમના પગમાં થોડું લોહી આવી ગયું હતું.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code