ભારત આવતા પ્રવાસીઓ પણ UPI દ્વારા કરી શકશે પેમેન્ટ,RBI પોલિસીમાં મોટી જાહેરાત
મુંબઈ:આજે ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની બેઠક યોજાઈ હતી.આ બેઠક 3 દિવસથી શરુ હતી.બેઠકમાં રેપો રેટ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે.રેપો રેટ હવે 6.25 ટકાથી વધીને 6.50 ટકા થઈ ગયો છે, પરંતુ આ સિવાય RBI ગવર્નર શક્તિકાંત દાસે સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાતો કરી છે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે હવે ભારતમાં વિદેશથી આવતા પ્રવાસીઓ માટે UPI સુવિધા શરૂ કરવામાં આવશે. વિદેશીઓ માટે UPI સુવિધા શરૂ થશે. જો કે, આ સુવિધા પસંદગીના એરપોર્ટ પર જ શરૂ કરવામાં આવશે અને આ સુવિધાનો ઉપયોગ પહેલા G20થી આવતા મુસાફરો માટે કરવામાં આવશે.
UPI એક નાણાકીય સિસ્ટમ છે જેના દ્વારા ત્વરિત ચુકવણી કરી શકાય છે. UPI ની મદદથી, બે પક્ષો એક બીજાને મોબાઇલ પ્લેટફોર્મ પર પૈસા ટ્રાન્સફર કરી શકે છે. નાણાકીય વ્યવહારો પણ બે પક્ષો, વ્યક્તિથી વ્યક્તિ અથવા વ્યક્તિથી વેપારી વચ્ચે થઈ શકે છે. કોઈપણ UPI માં બેંક ખાતું ઉમેરવા માટે, તમારી બેંકમાં UPI સુવિધા હોવી જરૂરી છે અને તમારા ફોન પર UPI એપ્લિકેશન રાખવાથી કાર્ય વધુ સરળ બને છે.