1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જુનાગઢમાં મહાશિવરાત્રિના મેળાની તૈયારીઓ, એસટીની 229 એક્સ્ટ્રા બસો દોડાવાશે
જુનાગઢમાં મહાશિવરાત્રિના મેળાની તૈયારીઓ, એસટીની 229 એક્સ્ટ્રા બસો દોડાવાશે

જુનાગઢમાં મહાશિવરાત્રિના મેળાની તૈયારીઓ, એસટીની 229 એક્સ્ટ્રા બસો દોડાવાશે

0
Social Share

જૂનાગઢઃ શહેરના ભવનાથની તળેટીમાં આગામી તા. 15મીથી 18મી ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા મહા શિવરાત્રિના મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તૈયારીઓની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મીટિંગ મળી હતી. શિવરાત્રિના મેળામાં ગામ-પરગામથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. વિવિધ આશ્રમો દ્વારા ભાવિકો માટે ઉતારા અને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શિવરાત્રિનામેળી દરમિયાન પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેમજ મેળામાં આવનારા ભાવિકો માટે એસટી દ્વારા 229 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

જનાગઢમાં ભવનાથ તળેટીમાં આગામી 15 થી18 ફેબ્રુઆરી સુધી યોજાનાર મહાશિવરાત્રી મેળામાં ભાવિકોના પરિવહન માટે જૂનાગઢ એસટી ડિવિઝન દ્વારા  જુનાગઢ બસ સ્ટેન્ડ થી ભવનાથ સુધી જવા 56 મીની બસો  અને ગુજરાતના વિવિધ ગામોના રૂટો પર 173 ડિલક્સ બસો મળી કુલ 229 વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે.
​​​​સૂત્રોએ જણાવ્યું હતું કે, જુનાગઢના ભવનાથ શિવરાત્રીના મેળા માટે લાખો ભાવિકો આવે છે ત્યારે   એસટી વિભાગીય નિયામક શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ નાયબ વિભાગીય પરિવહન અધિકારીના નિદર્શન હેઠળ અને જુનાગઢ એસટી ડેપો દ્વારા જુનાગઢના બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી  ભાવિકોની અવરજવર માટે 56 મીનીબસોને  દોડાવવામાં આવશે. આ ઉપરાંત જૂનાગઢ થી  દ્વારકા, પોરબંદર ,રાજકોટ સતાધાર ,ભાવનગર, ભુજ ,અમદાવાદ, બગસરા, સોમનાથ રાજુલા ,સાવરકુંડલા, ગોંડલ ખંભાળિયા ,જામનગર ,જામજોધપુર તાલાળા અને પરબ સહિતના વિવિધ  ગામોમાં વધારાના રૂટો પર મુસાફરની અવર-જવર માટે જૂનાગઢ એસટી ડિવિઝનના જૂનાગઢ, પોરબંદર ,ઉપલેટા, કેશોદ, ધોરાજી બાંટવા ,માંગરોળ અને જેતપુર મળી કુલ 9 ડેપોમાંથી 143 અને અન્ય વિભાગમાંથી 30 મળી કુલ 173 વધારાની બસોને  મુસાફરોના પરિવહન માટે જૂનાગઢ બસ સ્ટેન્ડ થી દોડાવવામાં આવશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code