દેશના દુશ્મનો પર રહેશે બાજ નજર – દેશનું પ્રથમ સ્વદેશી માનવ રહીત ડ્રોન ‘તપસ’ આવતા અઠવાડિયા બેંગલુરુના એરશોમાં ભરશે ઉડાન
- દેશનું પ્રથમ સ્વદેશી તપસ તપસ bh 201 ભરશે ઉડાન
- બેંગુલુરુમાં એર શઓ દરમિયાન આ ડ્રોન ઉડાન ભરતું જોવા મળશે
દિલ્હીઃ- ભારત દેશ દરેક ક્ષેત્રમાં સતત આગળ વધીને પ્રગતિ કરી રહ્યો છે સાથે જ વિદેશને ટક્કટર આપી રહ્યો છએ ત્યારે આત્મ નિર્ભર ભારત અભિયાન હેઠળ દેશની સુરક્ષાના સાધનો પણ ભારતમાં જ નિર્માણ પામી રહ્યા છએ દુનિયાભરમાં ભારકતની વાહવાહી થી રહી છએ ત્યારે હવે ભારતમાં જ નિર્મીત માનવ રહીત ડ્રોન પણ હવે પોતાની કરતબ દેખાડવા તૈયાર છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આ માનવ રહીત ડ્રોનને આવતા અઢવાડિયે બેંગલુરુમાં યોજાનારા એર શોમાં ઉડાન ભરતું આપણે જોઈ શકીશું. આ ડ્રોન ભારતમાં જ બનેલું છે જે દેશનું પહેલું સ્વદેશી અદ્યતન રિકોનિસન્સ ડ્રોન એટલે કે માનવરહિત વાહન છે.
આવતા અઠવાડિયે બેંગલુરુમાં યોજાનારા એરો ઈન્ડિયા શોમાં તપસ ડ્રોન સૌની સામે પ્રથમ વખત ઉડતું બતાવવામાં આવશે.આ ડ્રોન થકી દુશ્નો પર બાજ નજર રાખી શકાશે. ભારતની તાકાતમાં તેનાથી ઓર વધારો થતો જોવા મળશે.
એરો ઈન્ડિયા શોમાં DRDOના તપસ ડ્રોન તેમજ 180 થી વધુ વિમાન ઉડાન ભરીને પોતાની તાકાત દેખાડશે. આ એરો શોમાં તપસ-બીએચ પોતાની ખાસિયત દર્શાવશે. ત્યાર બાદ આ સ્વદેશી લડાયક ડ્રોન આજ વર્ષે જૂન-જુલાઈમાં તેની પ્રથમ ઉડાન ભરવા માટે તૈયાર છે
જાણો માનવ રહીત તપસ ડ્રોનની ખાસિયતો
- તપસનું પૂરું નામ ટેક્ટિકલ એરબોર્ન પ્લેટફોર્મ ફોર એરિયલ સર્વેલન્સ બિયોન્ડ હોરાઇઝન છે આ ડ્રોનનો ઉપયોગ દિવસ-રાત સર્વેલન્સ માટે કરી શકાય છે
- આ ડ્રોનનું નિર્માણ ડીઓરડીઓ દ્રારા કરવામાં આવ્યું છે જે દેશનું પ્રથમ સ્વદેશી અને માનવરહીત ડ્રોન છે
- તપસ ડ્રોન 28 હજાર ફૂટની ઉંચાઈ પર 18 કલાકથી વધુ સમય સુધી ઉડી શકે છે. જે એક મધ્યમ ઉંચાઈ લોંગ-એન્ડ્યુરન્સ ડ્રોન છે.
- આ ડ્રોનનો ઉપયોગ માત્ર દેશની સીમાઓ પર દેખરેખ માટે જ નહીં પરંતુ દુશ્મનો પર હુમલો કરવા માટે પણ થઈ શકે છે.
- આ ડ્રોનનું નિર્માણ 2016થી શરૂ કરવામાં આવ્યું છે. જો કે હજુ સુધી તેનો ભારતીય સેનામાં સમાવેશ કરવામાં આવ્યો નથી. જો કે એરો શો દરમિયાનની ઉડાન બાદ તે જલ્દી જ ભારતીય સેનામાં જોડવામાં આવી શકે છે.
- આ ડ્રોન પોતાની જાતે ટેકઓફ અને લેન્ડ કરવાની ક્ષમતા ધરાવે છે.
- આ ડ્રોન પહેલા રૂસ્તમ-2 તરીકે ઓળખાતું હતું. જેની મહત્તમ ઝડપ 224 કિલોમીટર પ્રતિ કલાક હતી. 20.6 મીટરની પાંખવાળા તપસ ડ્રોન 1000 કિલોમીટર સુધી સતત ઉડી શકવાની હવે ક્છેષમતા ધરાવે છે.