જસ્ટિસ નઝીરને રાજ્યપાલ બનાવવા પર કાયદા મંત્રીએ કહ્યું- સમગ્ર ઇકો સિસ્ટમ પૂરજોશમાં છે
દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે 13 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂકની જાહેરાત કરી હતી.આમાંથી એક ગવર્નરની નિમણૂક પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.આ 13 લોકોમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ સૈયદ અબ્દુલ નઝીર પણ સામેલ છે.તેમની આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.જસ્ટિસ નઝીર 39 દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા.
કોંગ્રેસે જસ્ટિસ નઝીરની નિમણૂક પર સવાલ ઉઠાવ્યા હતા.કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ આને લઈને ઘણા સવાલો ઉઠાવ્યા,તેમણે તેને યોગ્ય પ્રથા ન ગણાવી.કોંગ્રેસ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે શા માટે ન્યાયિક તંત્રના લોકોને સરકારી હોદ્દા આપવામાં આવી રહ્યા છે.
કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ આ અંગે ટ્વિટ કર્યું છે.આ સમગ્ર વિવાદનો જવાબ આપતા કિરેન રિજિજુએ લખ્યું છે કે, રાજ્યપાલની નિમણૂકને લઈને ફરી એકવાર સમગ્ર ઈકો સિસ્ટમ પૂરજોશમાં છે.તેઓએ વધુ સારી રીતે સમજવું જોઈએ કે તેઓ હવે ભારતને તેમની અંગત જાગીર તરીકે માની શકશે નહીં. હવે ભારત બંધારણની જોગવાઈઓ અનુસાર ભારતના લોકો દ્વારા ચલાવવામાં આવે છે.