ચોકલેટ ફેસ માસ્ક કે જે તમારી સ્કિનને બનાવે છે કોમળ અને સુંદર, જાણો કઈ રીતે ઘરે બનાવાય છે
ચોકલેટ આપણા સૌ કોઈની ફેવરિટ હોય છે નાનાથી મોટા સૌ કોઈને ચોકલેટ ભાવે છે. જો કે તમે નહી જાણતા હોવ કે ચોકલેટ ખાવાની સાથે સાથે સ્કિનને પણ સારી ચમકદાર બનાવે છે.
ચોકલેટ અને ઓટ્સ
ચોકલેટ અને ઓટ્સની મદદથી તમે ફેસમાસ્ક બનાવી શકો છો આ માટે 1 ચમચી કોકો પાવડર 1 ચમચી ઓટ્સ માં 1 ચમચી મધ નાખીને બરાબર મિક્સ કરીદો. ત્યારબાદ આ ફેસમાસ્કને ત્વચા પર લગાવીને 15 મિનિટ રહેવાદો તૈયાર બાદ ત્વચાને વોશ કરીલો.
ચોકલેટ અને કેળા
કેળા અને ચોકલેટથી બનેલો ફેસ પેક ત્વચાને પોષણ આપે છે. ફેસ પેક તૈયાર કરવા માટે ચોકલેટ, કેળામાં 1 ચમચી મધ નાખીને પીસી લો આ મિશ્રણને ચહેરા પર લગાવો અને 20 મિનિટ સુધી સૂકાવા દો. આ પછી ચહેરાને હૂંફાળા પાણીથી સાફ કરો. અઠવાડિયામાં બે વાર આ ફેસ પેકનો ઉપયોગ કરો.
ચોકલેટ અને દહીં
ચોકલેટ અને દહીંના ફેસ પેક પણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે ચોકલેટમાં એક ચમચી દહીં અને એક ચમચી ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને આ પેસ્ટને માસ્કની જેમ ચહેરા અને ગરદન પર લગાવો. આ પછી તેને 15-20 મિનિટ સુધી સૂકવવા દો અને પછી પાણીથી ધોઈ લો.