- દેશના 22 શહેરો બનશે સ્માર્ટ સિટી
- માર્ચ મહિના સુધી બનીને થી જશે તૈયાર
ભારત દેશ સતત વિકસીત બની રહ્યો છે દરેક મોર્ચે વનિશઅવ સાથે પગથી પગ મીલાવીને ચાલી રહ્યો છએ અનેર મોર્ચે તે વિદેશને પણ ટક્કર આપતો દેશ બન્યો છે ત્યારે ભારતના પૂણે અને વારાણસી સહીતના 22 શહેરો સ્માર્ટિ સિટી બનીને તૈયાર કરવામાં આવશે જે આવતા મહિના માર્ચ સુધી તૈયાર થશે.કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્માર્ટ સિટી મિશન હેઠળના બાકીના 78 શહેરો આગામી 3-4 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે ક્હયું કે આગ્રા, વારાણસી, પુણે અને અન્ય સહિત પ્રથમ 22 શહેરો સ્માર્ટ સિટી મિશન હેઠળ માર્ચ 2023 સુધીમાં તૈયાર થવાની અપેક્ષા છે આ નવા સ્માર્ટ સિટીમાં રહેતા લોકો માટે આ વિસ્તારોમાં મૈત્રીપૂર્ણ અને ટકાઉ વાતાવરણ બનાવવામાં આવશે.
સરકારે 25 જૂન, 2015 ના રોજ મહત્વાકાંક્ષી ‘સ્માર્ટ સિટીઝ મિશન’ શરૂ કર્યું હતું અને જાન્યુઆરી 2016 થી જૂન 2018 સુધી સ્પર્ધાના ચાર રાઉન્ડ દ્વારા 100 શહેરોની પુનઃવિકાસ માટે પસંદગી કરવામાં આવી હતી.
આ મિશનનો ઉદ્દેશ્ય શહેરોને પાયાની માળખાકીય સુવિધાઓ પ્રદાન કરવા ઉપરાંત તેના નાગરિકોને ગુણવત્તાયુક્ત જીવન અને સ્વચ્છ અને ટકાઉ વાતાવરણ પ્રદાન કરવા ઉપરાંત વિવિધ મુદ્દાઓ પર “સ્માર્ટ સોલ્યુશન્સ” અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે.
આ શહેરોમાં ભોપાલ, ઈન્દોર, આગ્રા, વારાણસી, ભુવનેશ્વર, ચેન્નાઈ, કોઈમ્બતુર, ઈરોડ, રાંચી, સાલેમ, સુરત, ઉદયપુર, વિશાખાપટ્ટનમ, અમદાવાદ, મદુરાઈ, અમરાવતી, તિરુચિરાપલ્લી અને તંજાવુર.કાકીનાડા, પુણે, વેલ્લોર, પિંપરી-ચિંચવડ જેવા 22 સ્માર્ટ શહેરોનો સમાવેશ થાય છેય જ્યાં તમામ પ્રોજેક્ટ માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે,