ગુરુદત્તના બહેન અને જાણીતા પેઈન્ટર એવા લલિતા લાઝમીનું 90 વર્ષની વયે નિધન
- જાણીતા પેઈન્ટર એવા લલિતા લાઝમીનું નિધન
- તારે જમી પર ફિલ્મમાં નાનો રોલ કર્યો હતો પ્લે
મુંબઈઃ- બોલિવૂડના જાણતી અને સ્વર્ગવાસી એવા અભિનેતા અને નિર્માતા ગુરુ દત્તની બહેન કે જેઓ એક જાણીતા પેઈન્ટર હતા જેમનું 90 વર્ષની વયે નિધન થયું છે. નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ દ્રારા તેમના નિધનના સમાચાર આપવામાં આવ્યા છે.
સ્વ-શિક્ષિત કલાકાર, લલિતાએ આમિર ખાન અભિનીત 2007ની ફિલ્મ તારે જમીન પરમાં એક નાનકડી ભૂમિકા ભજવી હતી અને સુપરસ્ટાર એક આર્ટ શિક્ષકની ભૂમિકામાં જોવા મળ્યા હતા.
જહાંગીર નિકોલસન આર્ટ ફાઉન્ડેશને લલિતા લાજમીના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. લલિતા અને તેના સર્જનની જૂના ફોટો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું કે, “આર્ટિસ્ટ લલિતા લાજમીના નિધનના સમાચારથી અમે ખૂબ જ દુખી છીએ.” લાજમી શાસ્ત્રીય નૃત્યમાં ઊંડો રસ ધરાવતી સ્વ-શિક્ષિત કલાકાર હતી.
લલિતા લાજમીનો જન્મ 1932માં કોલકાતા, પશ્ચિમ બંગાળમાં થયો હતો. લલિતાના પિતા કવિ હતા અને તેમની માતા પણ ઘણી ભાષાઓમાં લખતી હતી. આ સાથે લલિતાને શાસ્ત્રીય સંગીતમાં પણ ઊંડો રસ હતો. લલિતાએ પેરિસ, લંડન અને નેધરલેન્ડ સહિત ભારત સહિત ઘણા દેશોમાં આર્ટ એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું.