1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. E-FIRની 6 હજાર અરજીઓ પોલીસે દફત્તરે કરી દીધી, હવે તમામ અરજીની પુનઃ તપાસ માટે ઝૂંબેશ
E-FIRની 6 હજાર અરજીઓ પોલીસે દફત્તરે કરી દીધી, હવે તમામ અરજીની પુનઃ તપાસ માટે ઝૂંબેશ

E-FIRની 6 હજાર અરજીઓ પોલીસે દફત્તરે કરી દીધી, હવે તમામ અરજીની પુનઃ તપાસ માટે ઝૂંબેશ

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ દ્વારા ઇ-ફરિયાદની સુવિધા જુલાઇ-2022થી શરૂ કરવામાં આવતા નાગરિકો દ્વારા 7953 અરજીઓ કરાઇ હતી. તેમાંથી ફક્ત 1799 અરજીઓમાં જ એફઆઇઆર નોંધાતા ઓનલાઇન ફરિયાદનો હેતુ ન જળવાતા દફતરે કરી દેવાયેલી 6 હજારથી વધુ અરજીઓમાં પુન: તપાસ માટે પખવાડિયાની ખાસ ઝુંબેશ શરૂ કરવા નિર્ણય કરાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ નાગરિકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા ન પડે અને ઓનલાઇન ફરિયાદ કરવાની સુવિધા મળે તેવા ઉમદા હેતુથી ગુજરાત પોલીસ દ્વારા ગત વર્ષે વાહન અને મોબાઇલ ચોરી જેવા કિસ્સામાં પોર્ટલ ઉપર ઇ-ફરિયાદની પદ્ધતિ શરૂ કરાઇ હતી. જો કે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં થાય છે તેવું જ વલણ ઇ-અરજી પછી ઇ-એફઆઇઆર નોંધવામાં જારી રહ્યું હતું. તેના કારણે કુલ 8મી ફેબ્રુઆરી સુધીમાં કુલ  7953 અરજીઓ મળી હતી. તેમાંથી ફક્ત 1799 અરજીઓ માટે જ પોલીસ ફરિયાદ નોંધાતા ઉચ્ચ અધિકારીઓ અને ગૃહ વિભાગે તેની ગંભીર નોંધ લીધી હતી. બાકીની 6154 અરજીઓને દફતરે કરવામાં આવી હતી. દફતરે કરેલી અરજીઓ અંગે ગાંધીનગર સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોને નકારાત્મક પ્રતિભાવો મળતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં 10 થી 25 ફેબ્રુઆરી દરમિયાન એક ખાસ ઝુંબેશનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં સ્થાનિક પોલીસ દ્વારા દફતરે કરાયેલી અરજીઓની પુન:તપાસ કરી એફઆઇઆર નોંધવા સૂચના અપાઈ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ ખાસ ઝુંબેશ દરમિયાન 23-07-22થી 08-02-23  સુધી દફતરે કરાયેલી રાજ્યભરના પોલીસ સ્ટેશનની અરજીઓની યાદી તૈયાર કરાશે. તેમાં અરજદારો પાસેથી વિગતો મેળવીને તે સ્થળની મુલાકાત લેવાશે અને જો પ્રથમ દૃષ્ટિએ ગુનો લાગશે તો ફરિયાદ નોંધાશે.  તે પછી વાહન ચોરી અંગે દાખલ થયેલા ગુનાઓમાં વેહિકલ રજિસ્ટ્રેશન નંબર નેત્રમ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને આપી એએનપીઆર કેમેરાની મદદથી તેની સમગ્ર રાજ્યમાં તપાસ કરવામાં આવશે. મોબાઈલ ચોરીના ગુનામાં  પોલીસ દ્વારા આઇએમઇઆઇ નંબરને ઓબ્ઝર્વેશનમાં મૂકી મોબાઈલને શોધવાની કાર્યવાહી હાથ ધરાશે. એટલું જ નહીં આ ખાસ ઝુંબેશ દરમિયાન ચોરાયેલા વાહન અને મોબાઈલ પરત મળતા કોર્ટ મારફતે વાહનો અને મોબાઈલ ફરિયાદીને પરત આપવાની કાર્યવાહી પણ કરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code