ઉપેન્દ્ર કુશવાહે સીએમ નીતિશ કુમારનો સાથ છોડ્યો – પોતાની નવી ‘રાષ્ટ્રીય લોક જનતા દળ’ પાર્ટીની કરી જાહેરાત
- બિહારના સીએમનો સાથ છોડ્યો ઉપેન્દ્ર કુશવાહે
- પોતાની નવી પાર્ટીની કરી જાહેરાત
પટનાઃ- બિહારના રાજકરણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે જાણીતા નેતા ઉપેન્દ્ર કુશાવાહે સીએમ નિતીશ કુમારનો સાથ છોડીને નવી પાર્ટીથી જાહેરાત કરી છે.જેડીયુથી અલગ થઈને તેમણે રાષ્ટ્રીય લોક જનતા દળની નવી પાર્ટીની જાહેરાત કરી. તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા. તેમણે એક-બે દિવસમાં જેડીયુના એમએલસી પદ છોડવાની ઔપચારિકતા પૂર્ણ કરવાની પણ જાહેરાત કરી હતી
આજરોજ સોમવારે તેમણે સ્પષ્ટ કહ્યું કે અંત ખરાબ હોય તો બધુ ખરાબ છે. નીતીશજીએ સારું કર્યું નથી. જ્યાં સુધી તેણે પોતાના નિર્ણયો લીધા ત્યાં સુધી તે સારું હતું. કુશવાહાએ કહ્યું કે તેમની પાસે નિર્ણય લેવાનો અધિકાર નથી.
નીતિશ કુમારથી નારાજ પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ આજથી નવી રાજકીય ઇનિંગ શરૂ કરી છે. બિહારની રાજધાની પટનામાં નીતીશ કુમારની પાર્ટીથી અલગ થવાની જાહેરાત કર્યા બાદ કુશવાહાએ પોતાની પાર્ટી બનાવી છે, જેનું નામ તેમણે ‘રાષ્ટ્રીય લોક જનતા દળ’ રાખ્યું છે.