DRDO દ્રારા તૈયાર કરાયેલ સપાટીથી હવામાં વાર કરનારી ‘મધ્યમ રેન્જની પ્રથમ મિસાઈલ’ આર્મીના ઈસ્ટર્ન કમાન્ડમાં તૈનાત કરાઈ
- મધ્યમ રેન્જની પ્રથમ મિસાઈલ’ આર્મીના ઈસ્ટર્ન કમાન્ડમાં તૈનાત
- DRDO દ્રારા તૈયાર કારઈ છે આ મિસાઈલ
- સપાટીથી હવા પર વાર કરવાની ધરાવે છે ક્ષમતા
દિલ્હીઃ- ભારત દેશ સુરક્ષાના મોરચે ઘણો જ આગળ વધી રહ્યો છે દેશની સુરક્ષા માટે કઈ પણ કરી જાણવા કેન્દ્રની સરકાર તત્પર છે. અથાગ પ્રયત્નોથી ભારતમાં જ સુરક્ષાનના સાધનો નિર્માણ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે ડીઆરડીઓ દ્રારા તૈયાર કરાયેલ મિસાઈલને પૂર્વી સૈનામાં તૈનાત કરવામાં આવી છે
આ મિસાઈલ એક મધ્યમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે જે ગયા વર્ષે 27 માર્ચે ઓડિશાના બાલાસોરમાં ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.પરીક્ષણ દરમિયાન, મિસાઈલે સંપૂર્ણ ચોકસાઈ સાથે થોડી મિનિટોમાં લક્ષ્યને નષ્ટ કરી દીધું. MRSAM ની રેન્જ અડધા કિલોમીટરથી લઈને 100 કિલોમીટર સુધીની છે. એકવાર રિલીઝ થયા પછી, તે આકાશમાં 16 કિલોમીટર સુધીના લક્ષ્યને સીધું નીચે શૂટ કરી શકે છે.
હવે ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડની તાકાતમાં મોટો વધારો થયો છે. માહિતી પ્રમાણે આર્મીની પ્રથમ મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ રેજિમેન્ટને આર્મીના ઈસ્ટર્ન કમાન્ડમાં તૈનાત કરવામાં આવી ચૂકી છે. ઈસ્ટર્ન કમાન્ડ ગુવાહાટીના પ્રવક્તાએ આ અંગે માહિતી આપી. પ્રવક્તાએ કહ્યું કે રેજિમેન્ટ ડીઆરડીઓ દ્વારા સ્વદેશી રીતે વિકસિત MRSAM હથિયાર સિસ્ટમથી સજ્જ છે.