1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત બજેટઃ મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂ. 6064 કરોડની જોગવાઈ
ગુજરાત બજેટઃ મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂ. 6064 કરોડની જોગવાઈ

ગુજરાત બજેટઃ મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂ. 6064 કરોડની જોગવાઈ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતની સીએમ ભુપેન્દ્ર પટેલની સરકારે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. જેમાં રાજ્યના વિકાસ અને પ્રજાની સુખાકારીને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. આ બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6,064 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આંગણવાડી કેન્દ્રોના નિર્માણ, અપગ્રેડેશન અને સુવિધાઓ વધારવા માટે 268 કરોડની જોગવાઇ કરાઈ છે. બેટી બચાવો જન અભિયાનના સફળ પરિણામ મળ્યાં છે. જન્મ સમયનો પ્રતિ હજાર પુરૂષોએ સ્ત્રીઓનો જન્મદર વર્ષ 2001માં 802 હતો જે વર્ષ 2020માં વધીને 965 નોંધાયો છે.

રાજ્ય સરકારના બજેટ અનુસાર ગંગા સ્વરૂપા યોજનામાં કોઇપણ પાત્રતા ધરાવતી બહેન સહાયથી વંચિત ન રહે તે માટે સેચ્યુરેશન એપ્રોચથી કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. આ યોજના માટે 1897 કરોડની જોગવાઈ કરાઈ છે. પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે 1452 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માતા યશોદા તરીકે ફરજ બજાવનાર આંગણવાડીની બહેનોના માનદવેતન અને અન્ય સવલતો માટે 754 કરોડ ફાળવવામાં આવ્યાં છે. 15 થી 18 વર્ષની કિશોરીઓ માટે પૂર્ણા યોજના અંતર્ગત પોષક આહાર પુરો પાડવા માટે 399 કરોડ ફાળવાયા છે. આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ અંદાજિત 13 લાખ બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને પેન્ચ્યુરાઇઝ્ડ ફ્લેવર્ડ દૂધ આપવા માટે 126 કરોડની જોગવાઇ કરાઈ છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY ) માટે 214 કરોડની જોગવાઇ કરાઈ છે.

આદિજાતિ વિસ્તારમાં સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને સુદ્રઢ કરવા પોષણ સુધા યોજના અમલી કરી છે. જે માટે 133 કરોડની જોગવાઇ કરાઈ છે. આંગણવાડી કેન્દ્રોના નિર્માણ, અપગ્રેડેશન અને સુવિધાઓ વધારવા માટે 268 કરોડ ફાળવવામાં આવ્યાં છે.  વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે 150 કરોડની જોગવાઈ કરાઈ છે. બાળકોને આંગણવાડીમાં ગુણવત્તાપૂર્ણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે જરૂરી સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવવા તેમજ ડિજિટલ લર્નિંગ મટિરીયલ પૂરું પાડવા 4 કરોડની જોગવાઈ કરાઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code