1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ તૈયાર, મંજુરી મળતા ફ્લાઈટ્સ લેન્ડિંગ થશે
રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ તૈયાર, મંજુરી મળતા ફ્લાઈટ્સ લેન્ડિંગ થશે

રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ તૈયાર, મંજુરી મળતા ફ્લાઈટ્સ લેન્ડિંગ થશે

0
Social Share

રાજકોટઃ  અમદાવાદ હાઇવે પર  હીરાસર નજીક નવનિર્મિત  ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર ટૂંક સમયમાં પ્રથમ વખત ફલાઇટનું લેન્ડિગ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જેમાં ડીજીસીઆઇનું કલીયરન્સ મળતાની સાથે જ નજીકના દિવસોમાં કેલિબ્રેશન ફલાઇટનું ટેસ્ટિંગ કરવામાં આવશે. હાલ એરપોર્ટનું  મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે ડીજીસીઆઈની લીલી ઝંડીની રાહ જોવાય રહી છે.

રાજકોટ-અમદાવાદ હાઈવે નજીક  હીરાસર ખાતે 2500 એકર જગ્યામાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરાયું છે. જેમાં રન-વેનું કામ પૂર્ણ થઇ ગયું છે. અને ગત સપ્તાહ દરમિયાન એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન હીરાસર એરપોર્ટનો આખરી રિપોર્ટ લઇને દિલ્હી ખાતે દોડી ગયા હતા અને એરપોર્ટ ઓથોરિટી સાથે મહત્વની ચર્ચા કરી તમામ કામો પૂરા થઇ ગયાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું. દરમિયાન રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ગ્રીન ફીલ્ડ એરપોર્ટની કામગીરી ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે. જેમાં એરપોર્ટના ત્રણ કિલોમીટર લાંબા રન-વે પર સિક્સ સિટર વિમાનના લેન્ડીંગ અને ટેકઓફ માટે તૈયારીઓ શરૂ કરાઇ છે. ડીજીસીઆઇનું કલીયરન્સ એકાદ દિવસમાં મળી જાય તેવી પુરી શક્યતા છે. મંજુરી મળ્યા બાદ આગામી ટૂંક સમયમાં હિરાસર ખાતે નવા એરપોર્ટ પર પ્રથમ વખત કેલિબ્રેશન ફલાઇટનું લેન્ડીંગ કરવામાં આવશે. જો કે ફલાઇટ એક વખત જ નહીં ત્રણ થી ચાર વખત ટેકઓફ થશે અને લેન્ડિગ પણ કરશે. આ માટે તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.

જિલ્લા કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય હીરાસર એરપોર્ટનું કામ આગામી માર્ચ માસના અંત સુધીમાં પુર્ણ કરી દેવામાં આવશે. ફલાઇટ ટેસ્ટીંગ માટે એરપોર્ટ ઓથોરિટીની ઉચ્ચ સ્તરીય ટીમ દ્વારા હીરાસર એરપોર્ટ પર જમીનનું સમસ્થળ, કેલિબ્રિશન સહિતની કામગીરી પણ પુર્ણ કરી દેવામાં આવી છે. આ ટેકનીકલ ટીમ દ્વારા એરપોર્ટના રન-વે ની તપાસણી કરી રીપોર્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ફલાઇટના લેન્ડીંગ અને ટેકઓફમાં આ એરપોર્ટની આસપાસ રહેલી સાત જેટલી પવનચકકીઓ અડચણ રૂપ બની રહેલી હોય જેને અન્યત્ર ખસેડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સાતમાંથી બે પવનચકકીઓનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું  છે. એરપોર્ટમાં કામચલાઉ ટર્મીનલ એટીસી ટાવર સહિતની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે તેની સાથોસાથ હવે એરપોર્ટથી રાજકોટ-અમદાવાદ હાઇવેને જોડતા રોડ પર ટ્રમ્પ બ્રિજનું નિર્માણ કાર્ય પણ ટુંકમાં સમય શરૂ કરી દેવામાં આવશે. તે પુર્વે હવે આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના 3 કિ.મી. રન-વે પર ફલાઇટ ટેસ્ટીંગ માટે તૈયારીઓ આરંભી દેવાઇ છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code