ટ્વિટરની જેમ હવે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની બ્લૂટીક માટે પેઈડ સર્વિસ શરૂ
- હવે ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામના બ્લૂટીક ગ્રાહકોને ફટકો
- આ માટે પેઈડ સર્વિસ શરુ કરાઈ
દિલ્હીઃ- ટ્વિટર બાદ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પણ બ્લૂટિકને લઈને પૈસાની ચૂકવણી કરવાની શરુાત થી ચૂકી છે પ્રાપ્ત વિગત પ્રમાણે બ્લુ ટીક વેરિફિકેશન માટે હવે મેટા ઇન્ક એટલે કે ફેસબુકની માલિકીની કંપની પેઈડ સર્વિસ શરુ કી દીધી છે.એટલે કે હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના યુઝર્સ પૈસા ચૂકવીને પોતાનું એકાઉન્ટ વેરીફાઈ કરી શકશે.અત્યાર સુધી આ સર્વિસ ફ્રી હતી.
હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને પણ વેરિફાઇડ એકાઉન્ટ એટલે કે બ્લુ ટિક માટે ચૂકવણી કરવી પડશે. વેબ માટે તેની કિંમત $11.99 એટલે કે 993 રુપિયા અને iOS માટે $14.99 એટલે કે 1241 રુપિયા નક્કી કરવામાં આવી છે.ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના બ્લુ ટિક વેરિફિકેશન માટે યુઝર્સે સરકારી આઈડી કાર્ડ આપવું પડશે. આ સિવાય પેઈંગ યુઝર્સને સીધો ગ્રાહક સપોર્ટ મળશે અને તેમની પોસ્ટ પણ વધુ પહોંચશે.
યુઝર્સ તેમના સરકારી આઈડી કાર્ડ દ્વારા તેમના એકાઉન્ટની ચકાસણી કરી શકશે. તેના બદલામાં યુઝરના એકાઉન્ટને વધારાની સુરક્ષા પણ આપવામાં આવશે. મેટાના પ્રવક્તાએ જણાવ્યું છે કે Facebook અને Instagram ની પેઇડ વેરિફિકેશન સુવિધા આગામી સાત દિવસમાં વૈશ્વિક સ્તરે શરૂ કરવામાં આવશે, જો કે, ભારતમાં આ સેવા ક્યારે શરૂ થશે? તેની માહિતી હજુ સામે આવી નથી.