રાજકરણમાંથી નિવૃત્તિ મામલે સોનિયા ગાંઘીએ તોડી ચુપ્પી, કહ્યું ‘હું ક્યારેય રિટાર્યડ થઈ નથી અને થવાની પણ નથ
- સોનિયા ગાંઘીએ પોતાના રિયાર્ડને લઈને તોડી ચુપ્પી
- કહ્યું હું રિટાર્ય થી નથી અને એવું વિચાર્યું પણ નથી
દિલ્હીઃ- કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘી રાજનીતિમાંથી નિવૃત્ત થવાના છે તેવી અનેક અટકળો મીડિયામાં છવાઈ હતી જો કે હવે પોતે સોનિયા ગાંઘીએ આ મામલે ચુપ્પી તોડીને એક નિવેદન આપ્યું છે જેમાં આ બાબતનો તેમણે સાફ ઈનકાર કરી દીધો છો.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની ચાલી રહેલી અટકળોનો રવિવારે ત્યારે અંત આવ્યો છે. કોંગ્રેસ નેતા અલકા લાંબાએ સોનિયા ગાંધીની હાજરીમાં તે વાતનો ઇનકાર કર્યો છે.
રાયપુરમાં ચાલી રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં તેમના સંબોધનમાં, લાંબાએ સોનિયાની નિવૃત્તિનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આ અસરના મીડિયા અહેવાલો પછી, તેઓ સોનિયા ગાંધીને મળ્યા હતા, જેના પર તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે.. કે રાજકારણમાં પક્ષમાંથી કોઈ પીછેહઠ નથી, તે પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરવાનું ચાલુ રાખશે.તેઓ ક્યારેય રિયાટર્ડ થયા નથી અને થશે નહી. મહત્વની વાત એ છે કે જ્યારે લાંબાએ નિવેદન આપ્યું હતું તે જ સમયે સોનિયા પણ હાજર હતી.
આ નિવેદન વખતે સોનિયા ગાંઘી હસી રહ્આયા હતા વાત જાણે એમ છએ કે સોનિયાએ ગઈકાલે પૂર્ણ સત્રમાં તેમના સંબોધનમાં કહ્યું હતું કે… મને 1998માં પહેલીવાર પાર્ટી અધ્યક્ષ તરીકેનું પદ સંભાળવાનું સન્માન મળ્યું હતું. આ 25 વર્ષોમાં અમારી પાર્ટીએ ઉચ્ચ સિદ્ધિઓની સાથે સાથે ઊંડી નિરાશાનો સમય પણ જોયો છે. 2004 અને 2009માં અમારી જીત તેમજ ડૉ. મનમોહન સિંહના સક્ષમ નેતૃત્વએ મને વ્યક્તિગત સંતોષ આપ્યો, પરંતુ મને સૌથી વધુ આનંદ એ વાતનો છે કે હું ભારત જોડો યાત્રા સાથે મારી ઇનિંગ્સનો અંત કરી શકી, મીડિયાના એક વર્ગમાં આ નિવેદનને રાજકારણમાંથી તેમની નિવૃત્તિના સંકેત તરીકે માનતા રિપોર્ટ જારી કરાયા હતા ત્યારે હવે આ બબાત સ્પષ્ટ થઈ ચૂકી છે.કે તો રાજનિતી સાથે જોડાયેલા જ રહેશે.
tags:
soniya gandhi