1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરાઃ રેલવે પ્રોટેકશન ફોર્સની અનોખી પહેલ એટલે “ઓપરેશન નન્હેં ફરિશ્તે”
વડોદરાઃ રેલવે પ્રોટેકશન ફોર્સની અનોખી પહેલ એટલે “ઓપરેશન નન્હેં ફરિશ્તે”

વડોદરાઃ રેલવે પ્રોટેકશન ફોર્સની અનોખી પહેલ એટલે “ઓપરેશન નન્હેં ફરિશ્તે”

0
Social Share

અમદાવાદઃ વડોદરા ખાતે રેલ્વે પરિસરમાંથી કોઈ ને કોઈ રીતે બચાવી લેવામાં આવેલા બાળકોને તેમના પરિવારો સાથે પુનઃમિલન કરાવવા માટે આર.પી.એફ.દ્વારા અનોખી પહેલ કરવામાં આવી રહી છે. આ આંદોલન અંતર્ગત રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા રેલ્વે સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવતી હોય છે.આ અભિયાનની શરૂઆત 2022 થી શરૂ કરવામાં આવી હતી.જેમાં પોતાના માતાપિતાથી વિખુટા પડી ગયેલા બાળકોને એમના માતાપિતા સુધી પહોંચાડવાનું માનવતાભર્યું કામ આપણી આર. પી. એફ. ટીમ અન્ય એન. જી. ઓ. અને ચાઈલ્ડ હેલ્પ લાઈનની મદદથી કરી રહી છે.

આર.પી.એફ.ને રેલવે મુસાફરો અને તેમના સામાન તેમજ પેસેન્જર વિસ્તારની સુરક્ષાની જવાબદારી પણ હોય છે. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ રેલ્વે મુસાફરોની સુરક્ષામાં ગુનેગારો સામે સતત પ્રયત્નશીલ રહેતી હોય છે, મહિલાઓ અને બાળકોની હેરફેર અટકાવવા માટે સતર્ક હોય છે અને રેલ્વે વિસ્તારોમાં જોવા મળતા નિરાધાર બાળકોના પુનર્વસન માટે પણ યોગ્ય કાર્યવાહી કરતી રહે છે. RPF એ રેલ્વે પરિસરમાંથી બચાવેલા બાળકોને તેમના પરિવારો સાથે પુનઃમિલન કરાવવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઇટ પર આવા બચાવી લેવાયેલા બાળકોના પરિવારજનો અને સંબંધીઓને ટ્રેસ કરવા અને ટ્રેક કરવા માટે એક લિંક બનાવવામાં આવી છે. ઉપરાંત દરેક રેલવે સ્ટેશન પર એક ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક મૂકવામાં આવ્યું છે જેનો હેલ્પલાઇન નંબર 1098 છે. આ ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક પણ આ અનોખા અભિયાનમાં જોડાયેલું છે.

પશ્ચિમ રેલ્વેના સિનિયર ડીવિઝનલ સિક્યુરિટી કમિશનર રામશંકર સિંઘના વધુ જણાવ્યાનુસાર, ” વિવિધ કારણોસર તેમના પરિવારોથી વિખૂટા પડી ગયેલા,ખોવાઈ ગયેલા બાળકોને ઓળખવા અને બચાવવાનું ઉમદા કાર્ય RPF દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ દિશામાં ટ્રેન અથવા રેલ્વે સ્ટેશનો પર દેખાતા કાળજી અને સુરક્ષાની જરૂરિયાતવાળા બાળકોને બચાવવા માટે ભારતીય રેલ્વે પર એક સઘન ઝુંબેશ ‘ ઓપરેશન નન્હે ફરિશ્તે ‘ શરૂ કરવામાં આવી છે. આ અભિયાનના નોંધપાત્ર અને સકારાત્મક પરિણામો પણ મળી રહ્યા છે. વર્ષ 2022 દરમિયાન RPF જવાનો દ્વારા આવા 17750 થી વધુ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં વડોદરા રેલવે મંડળ દ્વારા 150 જેટલા બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું,જેમાંથી ૫૬ છોકરીઓ અને 88 જેટલા છોકરાઓ હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બાળકોના માતાપિતા જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી તેઓ એન. જી. ઓ. અને ચાઈલ્ડ હેલ્પ લાઈનને સોંપી દઈએ છીએ. એ આવાં બાળકોને હોસ્ટેલમાં રાખે છે અને એમને રહેવા, ખાવા, પીવા, પહેરવા ઉપરાંત એમને આગળ જતા જરૂર પડી શકે એવી વિવિધ પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે.બાળકોના લાભ અને કલ્યાણ માટે આ બચાવેલા બાળકોની માહિતી અને વિગતો ટ્રેક ચાઈલ્ડ પોર્ટલ-3.0 પર અપલોડ કરવામાં આવી છે અને તેની લિંક ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code