1. Home
  2. ગુજરાતી
  3. આતંકવાદ વિરુદ્ધ મોદી સરકારની સખ્ત કાર્યવાહીને લઈને અમેરિકાના રિપોર્ટમાં ભારતના થયા વખાણ
આતંકવાદ વિરુદ્ધ મોદી સરકારની સખ્ત કાર્યવાહીને લઈને અમેરિકાના રિપોર્ટમાં ભારતના થયા વખાણ

આતંકવાદ વિરુદ્ધ મોદી સરકારની સખ્ત કાર્યવાહીને લઈને અમેરિકાના રિપોર્ટમાં ભારતના થયા વખાણ

0
Social Share
  • આતંકવાદ વિરુદ્ધ મોદી સરકારના કાર્યોની સરહાના
  • યુએસ રિપોર્ટમાં ભારતના આ કામના થયા વખાણ

દિલ્હીઃ- જ્યારથી દેશની સત્તા પર પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આવ્યા છે એ ત્યારથી દરેક મોર્ચે દેશ સતત આગળ વધી રહ્યો છે આ બાદ કાશ્મીરનો ખાસ દરજજોપણ સમાપ્ત કરી ત્યાના લોકોને સગવડ પુરી પાડવામાં આવી છે સાથે જ નિડરતાથી જીવતા શીખવાયું છે આતંકવાદ સામે કલમ 370 અસરહીન કરવી લાલ તમાચો હતો ત્યારે હવે જે રીતે પીએમ મોદીની સરકાર આતંકવાદ સામે કાર્ય કરી રહી છે તે રીતે વિશ્વભરમાં તે વખાણને લાયક છે ત્યારે યુએસના રિપોર્ટમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અમેરિકન રિપોર્ટમાં આતંક સામેની કાર્યવાહીને લઈને ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. યુએસ બ્યુરો ઓફ કાઉન્ટર ટેરરિઝમના ‘કંટ્રી રિપોર્ટ્સ ઓન ટેરરિઝમ 2021: ઈન્ડિયા’ અનુસાર, ભારત સરકારે આતંકવાદી સંગઠનોની કામગીરીને શોધી કાઢવા, વિક્ષેપિત કરવા અને તેને ખતમ કરવા માટે ખૂબ જ સારા કાર્યો કર્યા છે અને આતંકવાદ વિરુદ્ધ કામ કર્યું છે.ભારત આતંકવાદની તપાસ સાથે સંબંધિત માહિતી માટે યુએસની વિનંતીઓનો તરત જવાબ આપે છે. યુએસ માહિતીના જવાબમાં ધમકીઓ ઘટાડવાના પ્રયાસો કરે છે.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પૂર્વી રાજ્યો અનુસાર, મધ્ય ભારતના કેટલાક વિસ્તારો ભારતમાં આતંકવાદથી પ્રભાવિત છે.  ત્યારે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2021માં જમ્મુ-કાશ્મીરમાં 153 આતંકી હુમલા થયા હતા, જેમાં 45 સુરક્ષા દળોના જવાનો, 36 નાગરિકો અને 193 આતંકવાદીઓ સહિત કુલ 274 લોકોના મોત થયા હતા. રિપોર્ટ અનુસાર, 2021માં ભારતમાં આતંકવાદ પ્રભાવિત વિસ્તારમાં બહુ ફેરફાર થયો નથી. ભારતે રાજ્ય અને કેન્દ્રીય સ્તરે ગુપ્તચર એજન્સીઓને મજબૂત બનાવી છે.
ભારતે વૉચલિસ્ટનો ઉપયોગ કરીને બંદર સુરક્ષામાં પ્રવેશ દરમિયાન બાયોગ્રાફિક અને બાયોમેટ્રિક સ્ક્રીનિંગ લાગુ કર્યું છે. ભારત સરકાર એરપોર્ટ પર કાર્ગો સ્ક્રીનીંગ માટે ડ્યુઅલ સ્ક્રીન એક્સ-રે લાગુ કરી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી એ સપ્ટેમ્બર 2021 સુધી ગેજ સંબંધિત 37 કેસોની તપાસ કરી છે અને 168 લોકોની ધરપકડ કરી છે.આમ આ રીતે આ રિપોર્ટમાં ભારતના આતંકી વિરુદ્ધના તમામ કાર્યોનો ઉલ્લેખ જીણવટ ભરી રીતે કરવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code