ભારતે GSMA ગવર્નમેન્ટ લીડરશિપ એવોર્ડ 2023 જીત્યો
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વને વૈશ્વિક ઓળખ મળી છે.GSM એસોસિએશન (GSMA)એ ટેલિકોમ નીતિ અને નિયમનમાં શ્રેષ્ઠ પ્રથાઓ અમલમાં મૂકવા બદલ ભારતને ગવર્નમેન્ટ લીડરશિપ એવોર્ડ 2023 એનાયત કર્યો છે.
ભારતના પુરસ્કાર પ્રાપ્ત કરવાના પ્રસંગે, સંદેશાવ્યવહાર, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે “GSMA એવોર્ડ્સ પીએમ નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવેલા ટેલિકોમ સુધારાની વૈશ્વિક માન્યતા દર્શાવે છે. આપણે બધાએ સુધારાની અસર જોઈ છે. RoW પરવાનગીઓ જે 230 દિવસ કરતાં વધુ સમય લેતી હતી, હવે 8 દિવસમાં મંજૂરી મળે છે. 85% થી વધુ મોબાઈલ ટાવર ક્લિયરન્સ હવે તાત્કાલિક છે. 387 જિલ્લાઓમાં લગભગ 1 લાખ સાઇટ્સ સાથે, ભારતનું 5G રોલ-આઉટ વિશ્વમાં સૌથી ઝડપી છે. ભારતીય ટેલિકોમ સેક્ટર સનરાઈઝ સેક્ટર તરીકે ઉભરી આવ્યું છે અને સમગ્ર વિશ્વએ આ ઉદયની નોંધ લીધી છે.
GSMA, જે ટેલિકોમ ઇકોસિસ્ટમમાં 750 થી વધુ મોબાઇલ ઓપરેટર્સ અને 400 કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે, દર વર્ષે એક દેશને ઓળખે છે. 27 ફેબ્રુઆરી, 2023 ના રોજ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ બાર્સેલોના ખાતે યોજાયેલા સમારોહમાં ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
પીએમ નરેન્દ્ર મોદીના ‘ડિજિટલ ઈન્ડિયા’ના વિઝનને અનુસરીને, સરકારે સપ્ટેમ્બર 2021માં માળખાકીય અને પ્રક્રિયાગત સુધારા લાવ્યાં. ત્યારપછી, લાયસન્સિંગ સુધારા, PM ગતિ શક્તિ સંચાર પોર્ટલની રચના, રાઈટ ઑફ વે (RoW), સ્પેક્ટ્રમ સુધારા, સેટેલાઇટ સુધારા વગેરેને સુવ્યવસ્થિત કરવા જેવી અનેક પહેલો હાથ ધરવામાં આવી..