એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો,કોમર્શિયલ સિલિન્ડર પણ 350 રૂપિયા મોંઘા થયા
દિલ્હી:માર્ચના પ્રથમ દિવસે જ જનતાને મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે.મહિનાના પહેલા દિવસે જ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે.હવે દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર રૂ.1103 થઈ ગયો છે.હોળી પહેલા આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. તે જ સમયે, 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં હવે 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 2119.50 રૂપિયામાં મળશે.જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રૂપિયાનો થઈ ગયો છે.વધેલા ભાવ આજથી જ લાગુ થઈ ગયા છે.
જો દેશના અન્ય મોટા શહેરોની વાત કરીએ તો હવે કોલકાતામાં LPG સિલિન્ડર 1079 રૂપિયાના બદલે 1129 રૂપિયામાં મળશે, જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત 1068.50 રૂપિયાથી વધારીને 1118.5 રૂપિયા કરવામાં આવી છે.દર મહિનાની પહેલી તારીખે ગેસ વિતરણ કંપનીઓ એલપીજીની કિંમતોમાં સુધારો કરે છે અને જુલાઈ પછી હવે ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.એલપીજીની વધેલી કિંમતો 1લી માર્ચ 2023થી અમલમાં આવી છે.
એલપીજી સિલિન્ડરની સાથે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયાનો મોટો વધારો થયો છે. આ પછી દિલ્હીમાં તેની કિંમત 1769 રૂપિયાથી વધીને 2119.5 રૂપિયા, મુંબઈમાં 1721 રૂપિયાને બદલે 2071.5 રૂપિયા, કોલકાતામાં 1870 રૂપિયાના બદલે 2221.5 રૂપિયા અને ચેન્નાઈમાં 1917 રૂપિયાના બદલે 2268 રૂપિયા થઈ ગઈ છે.