ગુજરાતઃ બટાકા અને ડુંગળીના ખેડૂતોને સરકાર કરશે સહાય
અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ખેડૂતોએ ડુંગળી અને બટાકાનું બમ્પર વાવેતર કર્યું હતું. હાલ મબલખ ઉત્પાદન થયું છે, જો કે, પુરતા ભાવ નહીં મળતા હોવાથી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ હતી. તેમજ સરકારને સહાય કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે ઉંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં જંગી બટાકાનું ઉત્પાદન થયું છે. જ્યારે ભાવનગરમાં મબલખ ડુંગળીનું ઉત્પાદન થયું છે. હાલ ખેડૂતો બટાકા અને ડૂંગળીનું વેચાણ કરી રહ્યાં છે પરંતુ પુરતા નાણા નહીં મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. બીજી તરફ ખેડૂતોએ સહાય માટે સરકારને રજૂઆત કરી હતી. આ ઉપરાંત ખેડૂત સંગઠનોએ પણ ખેડૂતોને સહાય મળી રહે તેવા પગલા ભરવા વિનંતી કરી હતી. દરમિયાન કેબિનેટની બેઠક મળી હતી. જેમાં આ અંગે ઉંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સહાય માટે સરકારે તૈયારી દર્શાવી હતી. આમ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોની વહારે સરકાર આવી છે.
રાજ્યમાં ખેડૂતોને તેમના પાકનું પુરતુ વળતર મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી કરે છે. રાજ્ય સરકાર 1લી એપ્રિલથી ટેકાના ભાવે ઘઉં, રાગી, બાજરી અને મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. તા. 1લી એપ્રિલથી 15મી જૂન સુધી ટેકાના ભાવે ખદીરી કરાશે. આ માટે ખેડૂતોએ નોંધણી કરાવવાની રહેશે. 31મી માર્ચ સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે.