હોળી-ઘૂળેટીના તહેવારોના ટ્રાફિકને પહોંચી વળવા માટે 10 જેટલી ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે
અમદાવાદઃ હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં પરપ્રાંતના લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે. અને હોળી અને ધૂલેટીના તહેવારો દરમિયાન પરપ્રાંતના લોકો પોતાના માદરે વતન જતાં હોય છે. તેમજ હોળી-ધૂળેટીની જાહેર રજાઓમાં લોકો ફરવા4 માટે પણ બહારગામ જતાં હોય છે. તેના લીધે મોટાભાગની ટ્રેનોમાં ટ્રાફિકના ધસારાને લીધે નો-વેકન્સી છે. આથી પશ્વિમ રેલવે દ્વારા મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે દસ ટ્રેનોમાં વધારાના કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યુ હતું. કે, બાંદ્રા ટર્મિનસ – જોધપુર એક્સપ્રેસને એક વધારાના એસી 2-ટાયર, એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ સાથે વધારવામાં આવશે. આ વધારાના કોચ બાંદ્રા ટર્મિનસથી 4થી માર્ચથી 3જી એપ્રિલ સુધી અને જોધપુર ટર્મિનસથી 3જી માર્ચથી 2જી એપ્રિલ દરમિયાન ઉમેરવામાં આવશે. આ ઉપરાંત દાદર-બીકાનેર એક્સપ્રેસને એક વધારાના એસી 3-ટાયર કોચ અને ત્રણ સ્લીપર ક્લાસ કોચ વધારવામાં આવશે. આ વધારાના કોચ 2જી માર્ચથી 1લી એપ્રિલ દરમિયાન દાદર ખાતે અને 1લી માર્ચથી 31મી માર્ચ દરમિયાન બિકાનેર ખાતે ઉમેરવામાં આવશે . તેમજ ઇન્દોર-જોધપુર એક્સપ્રેસને બે વધારાના જનરલ સેકન્ડ ક્લાસ કોચ વધારવામાં આવશે. આ વધારાના કોચ ઈન્દોરથી 4 માર્ચથી 3 એપ્રિલ દરમિયાન અને જોધપુરથી 1 માર્ચથી 31 માર્ચ દરમિયાન ઉમેરવામાં આવશે.
ઈન્દોર-જોધપુર એક્સપ્રેસને બે વધારાના જનરલ સેકન્ડ ક્લાસ કોચ વધારવામાં આવશે. આ વધારાના કોચ ઈન્દોરથી 2 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન અને જોધપુરથી 3 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન ઉમેરવામાં આવશે. તથા બાંદ્રા ટર્મિનસ – બિકાનેર એક્સપ્રેસને એક વધારાના એસી 3-ટાયર કોચ વધારવામાં આવશે. આ વધારાનો કોચ 7 માર્ચથી 28 માર્ચ દરમિયાન બાંદ્રા ટર્મિનસ ખાતે અને 6 માર્ચથી 27 માર્ચ દરમિયાન બિકાનેર ટર્મિનસ ખાતે ઉમેરવામાં આવશે. આ ઉપરાંત દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસને એક વધારાના એસી 2-ટાયર, એસી 3-ટાયર અને ત્રણ સ્લીપર ક્લાસ કોચ વધારવામાં આવશે. આ વધારાના કોચ દાદરથી 4થી માર્ચથી 1લી એપ્રિલ સુધી અને ભગત કી કોઠીથી 3જી માર્ચથી 31મી માર્ચ દરમિયાન ઉમેરવામાં આવશે. તેમજ બાંદ્રા ટર્મિનસ – શ્રી ગંગાનગર એક્સપ્રેસને એક વધારાના સ્લીપર ક્લાસ કોચ વધારવામાં આવશે. આ વધારાનો કોચ બાંદ્રા ટર્મિનસથી 3જી માર્ચથી 2જી એપ્રિલ સુધી અને શ્રી ગંગાનગરથી 1લી માર્ચથી 31મી માર્ચ દરમિયાન ઉમેરાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસને એક વધારાના એસી 2-ટાયર કોચ અને ત્રણ સ્લીપર ક્લાસ કોચ વધારવામાં આવશે. આ વધારાના કોચ 3જી માર્ચથી 31મી માર્ચ સુધી દાદર ખાતે અને 2જી માર્ચથી 30મી માર્ચ સુધી ભગત કી કોઠી ખાતે જોડવામાં આવશે. તેમજ સાબરમતી-જેસલમેર એક્સપ્રેસને ત્રણ વધારાના સ્લીપર ક્લાસ કોચ વધારાશે. આ વધારાનો કોચ સાબરમતીથી 1લી માર્ચથી 31મી માર્ચ દરમિયાન અને જેસલમેરથી 2જી માર્ચથી 1લી એપ્રિલ દરમિયાન ઉમેરવામાં આવશે અને સાબરમતી-જોધપુર એક્સપ્રેસને ત્રણ વધારાના સ્લીપર ક્લાસ કોચ વધારાશે. વધારાનો કોચ સાબરમતીથી 3 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન અને જેસલમેરથી 1 માર્ચથી 31 માર્ચ દરમિયાન ઉમેરાશે.