ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને પોર્ટર પુરસ્કાર અનેયાત – કોવિડ મેનેજમેન્ટના પ્રયાસોને માન્યતા આપવા બદલ પ્રાપ્ત થઈ સિદ્ધિ
- કેન્દ્રીય આરોગ્ય અને કલ્યાણ મંત્રાલયની ઉપલબ્ધિ
- કોરોનામાં સફળ સંચાલનને લઈને પોર્ટર પુરસ્કાર અનેયાત
દિલ્હીઃ- કોરોના સમયગાળઆ દરમિયાન ભારતના આરોગ્યમંત્રાલયે ખાસ તકેદારીના પગલા લીધા અનેક સૂચનાઓ આપીને કોરોનાના નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રીય કર્યું સાથે જ વેક્સિનેશનને વેગ આપ્યો સરવાળે તમામ મોર્ચે કોરોના સામે ભારતે જંગ જીતી ત્યારે હવે આ બાબતે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને પોર્ટર પુરસ્કાર -2023 આપવામાં આવ્યું છે
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય MoHFW, પોર્ટર પ્રાઈઝ 2023 પ્રાપ્ત થયું છે. આ ઈનામની જાહેરાત 23 અને 24 ફેબ્રુઆરીના રોજ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ખાતે ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસ (IFC) અને યુએસ એશિયા ટેક્નોલોજી મેનેજમેન્ટ સેન્ટર (USATMC) દ્વારા ‘ધ ઇન્ડિયા ડાયલોગ’નું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. રસીના વિકાસ અને ઉત્પાદનમાં દેશના યોગદાનની પણ પ્રશંસા કરવામાં આવી હતી.
માહિતી પ્રમાણે આ મંત્રાલયે કોવિડના સંચાલનમાં સરકારની વ્યૂહરચનાને માન્યતા આપી. મંત્રાલયે વિવિધ હિતધારકોને, ખાસ કરીને PPE કીટ ઉત્પાદન ઉદ્યોગમાં સામેલ કરવા આશા કાર્યકરોના અભિગમને પણ સ્વીકાર્યો. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ઈન્ડિયા ડાયલોગ દરમિયાન એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. રસીના વિકાસ અને ઉત્પાદનમાં દેશના યોગદાનની પણ પ્રશંસા કરવામાં આવી હતી.આ કાર્યો ખરેખર બિરદાવા લાયક બન્યા જેને લઈને આ પુરસ્કાર એનાયત કરાયો છે.