1. Home
  2. ગુજરાતી
  3. ખરીફ માર્કેટીંગ સિઝન 2022-23: ખેડૂતો પાસેથી સરકારે 713 LMT ડાંગરની ખરીદી કરી
ખરીફ માર્કેટીંગ સિઝન 2022-23: ખેડૂતો પાસેથી સરકારે 713 LMT ડાંગરની ખરીદી કરી

ખરીફ માર્કેટીંગ સિઝન 2022-23: ખેડૂતો પાસેથી સરકારે 713 LMT ડાંગરની ખરીદી કરી

0
Social Share

નવી દિલ્હીઃ ખરીફ માર્કેટીંગ સિઝન (KMS) 2022-23 માટે ડાંગરની ખરીદીથી 1 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થયો છે. 1લી માર્ચ સુધી લગભગ 713 LMT ડાંગર ખરીદવામાં આવ્યું છે અને રૂ. 146960 કરોડનો MSP આઉટફ્લો સીધો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત કરેલા ડાંગરની સામે ચોખાની ડિલિવરી પણ ચાલુ છે અને 713 LMTની ડાંગરની ખરીદી સામે, 1લી માર્ચ સુધી સેન્ટ્રલ પૂલમાં લગભગ 246 LMT ચોખા પ્રાપ્ત થયા છે. દેશની જરૂરિયાતોને પહોંચી વળવા માટે હાલમાં સેન્ટ્રલ પૂલમાં પર્યાપ્ત ચોખાનો સ્ટોક ઉપલબ્ધ છે.

વર્તમાન KMS 2022-23ના ખરીફ પાક માટે, લગભગ 766 LMT ડાંગર (ચોખાના સંદર્ભમાં 514 LMT)નો જથ્થો પ્રાપ્ત કરવાનો અંદાજ છે. વર્તમાન KMS 2022-23ના રવિ પાક માટે, લગભગ 158 LMT ડાંગર (ચોખાના સંદર્ભમાં 106 LMT)નો જથ્થો પ્રાપ્ત કરવાનો અંદાજ છે. રવિ પાકના સમાવેશ સાથે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સમગ્ર KMS 2022-23 દરમિયાન લગભગ 900 LMT ડાંગરની ખરીદી કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code