અમદાવાદ: શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. અને શહેરમાં સતત બીજા દિવસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. શહેરના નરોડા વિસ્તારમાં રસ્તો ક્રોસ રહેલા યુવાનને પૂરફાટ ઝડપે આવેલી આઇ 20 કારે અડફેટે લીધો હતો. ઈજાગ્રસ્ત યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું હતુ. આ અકસ્માતમાં કારચાલક ગંભીર અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો. હાલ ટ્રાફિક પોલીસ સીસીટીવીને આધારે કાર ચાલકની શોધી કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નરોડા પાટિયાથી દેવી સિનેમા રોડ પર અકસ્માત સર્જાયો હતો. શહેરના વિરાટનગરના રહિશ એવા રવિ જોગુ નામના યુવકને કારે કચડી નાંખતા તેનું મોત નિપજ્યું હતું. મૃતક રવિ દોડતો દોડતો રસ્તો ઓળંગી રહ્યો હતો. તે દરમિયાન તે વાહનથી બચવા જતાં નીચે પડી ગયો હતો. આ દરમિયાન પૂરપાટ વેગે આવલી કારે રવિને કચડી નાંખતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. આ ઘટના નરોડા પાટિયા પાસે બની હતી. રોડ ક્રોસ કરી રહેલા યુવકને કારચાલકે ઉલાળ્યો હતો. કારચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનામાં મૃતક યુવાનની ઓળખની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક વિરાટનગરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજના આધારે વાહનચાલકની શોધખોળ શરૂ કરી રહી છે. મૃતક યુવકનું નામ જાણવા મળ્યું નથી
અમદાવાદમાં ગુરૂવારે સીમ્સ હોસ્પિટલથી ઝાયડસ હોસ્પિટલ જવાના રસ્તા પર એક બીએમડબલ્યુ કારનો હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. બીએમડબલ્યુ કાર ચાલકે એક દંપતીને અડફેટે લીધુ હતુ. આ ઘટના બાદ કાર ઝાડ સાથે અથડાઈ અને ત્યાં એકઠા થયેલા લોકોને કારમાંથી દારુની બોટલ મળી આવી હતી. ત્યારબાદ એ નબીરો ઘટના સ્થળથી કાર હંકારીને દોઢ કિલોમીટર દૂર કોઈ અવાવરુ જગ્યાએ મુકી આવ્યો હતો. જે કાર પોલીસે કબજે લીધી હતી. એન ડિવિઝન ટ્રાફિક પોલીસના એસીપી અશોક રાઠવાએ આ અંગે જણાવ્યું કે, કાર ચાલક અકસ્માત કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે જાગૃત લોકોએ તેનો પીછો કર્યો હતો. જેથી કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો