મનીષ સિસોદીયા કેસને લઈને કેજરીવાલ, મમતા બેનર્જી સહીત વિપક્ષના 9 નેતાઓએ લખ્યો પ્રધાનમંત્રી મોદીને પત્ર
- મનિષ સિયાદાના કેસમાં 9 નેતાઓનો પીએમ મોદીને પત્ર
- પત્રમાં સુરક્ષા એજન્સીઓના દૂરઉપયોગની કહી વાત
દિલ્હીઃ- મનીષ સિસોદિયા કેસને લઈને લોકો વિરોધ કરતા જોવા મળ્યા છે દિલ્હીની સરકારી સ્કુલોની બહાર સિસોદયાના નામના બેનરો પણ લગાવવવામાં આવ્યા છે ત્યારે હવે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડના મામલે પીએમ મોદીને પત્ર લખ્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી એરવિંદ કેજરીવાલ સહીત 9 નેતાઓ દ્રારા લખાયેલા આ પત્ર કહેવામાં આવ્યું છે કે તમે સહમત થશો કે ભારત એક લોકશાહી દેશ છે. વિપક્ષના નેતાઓ સામે જે રીતે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે તે જોતા લાગે છે કે આપણે લોકશાહીમાંથી સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યા છીએ.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરી 2023ના રોજ તેમની વિરુદ્ધ પુરાવા વિના કથિત અનિયમિતતાઓના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. મનીષ સિસોદિયા સામેના આરોપો સ્પષ્ટપણે પાયાવિહોણા છે અને રાજકીય ષડયંત્ર સમાન છે.
આ 9 નેતાઓમાં અરવિંદ કેજરીવાલ,BRSના નેતા ચંદ્રશેખર રાવ, તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજી ,આપના નેતા ભગવંત માન, RJD ના નેતા તેજસ્વી યાદવ, JKNC ના નેતા ફારુક અબ્દુલ્લા, એનમસીપીના નેતા શરદ પવાર, શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે અને એસપીના નેતા અખિલેશ યાદવનો સમાવેશ થાય છે.