અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર 4.7 તીવ્રતા નોંઘાઈ
- અફઘાનિસ્તાનમાં ભૂકંપના આચંકાઓ
- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.7 માપવામાં આવી
દિલ્હીઃ- ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાન વારંવાર ભૂકંપની ઝપેટમાં આવી રહ્યું છે તાજેતરમાં જ અનેક વખત ભૂકંપ આવ્યો છે આ પહેલા પણ ભૂકંપે અહી તબાહી મચાવી છે ત્યારે આજરોજ ગુરુવારે સવારે ફરી એક વખત અફઘાનિસ્તાનની ઘરા ઘ્રુજી ઉઠી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે આજે સવારે લગભગ 7 વાગ્યે આસપાસ ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 નોંધવામાં આવી હતી. જો કે આ ભૂકંપ સામામન્ય બોવાથઈ તેમાં કોઈ જાનમાલનું નુકશાન નોંધાયું નથી.
આ સાથે જ નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપના કેન્દ્રની વાત કરીએ તો અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે ભારત સહીત આસપાસના દેશઓમાં અનેક વખત ભૂીકંપ આવવાની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છએ આજ શ્રેણીમાં6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં ભયાનક ભૂકંપ આવ્યો હતો. જેમાં હજારો લોકોના મોત થયા હતા. તુર્કીમાં ઘણો વિનાશ થયો હતો.