1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય નૌકાદળઃ અરબી સમુદ્રમાં 70 જહાજો, 5 સબમરીન, 75થી વધારે વિમાનોએ યુદ્ધ અભ્યાસ કર્યો
ભારતીય નૌકાદળઃ અરબી સમુદ્રમાં 70 જહાજો, 5 સબમરીન, 75થી વધારે વિમાનોએ યુદ્ધ અભ્યાસ કર્યો

ભારતીય નૌકાદળઃ અરબી સમુદ્રમાં 70 જહાજો, 5 સબમરીન, 75થી વધારે વિમાનોએ યુદ્ધ અભ્યાસ કર્યો

0
Social Share

નવી દિલ્હીઃ વર્ષ 2023 માટે ભારતીય નૌકાદળની મુખ્ય ઓપરેશનલ સ્તરની કવાયત ટ્રોપેક્સ, નવેમ્બર 2022 થી માર્ચ 2023 સુધીના ચાર મહિનાના સમયગાળામાં IOR માં આયોજીત કરાઈ હતી. અરબી સમુદ્રમાં આ અઠવાડિયે સૈન્ય કવાયત પૂર્ણ થઈ છે. સમગ્ર કવાયતમાં કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઇઝ C-VIGIL અને જમીન તથા જળમાં અભ્યાસ એમ્ફિબિયસનો સમાવેશ થાય છે. આ કવાયતમાં ભારતીય સેના, ભારતીય વાયુસેના અને કોસ્ટ ગાર્ડની પણ નોંધપાત્ર ભાગીદારી જોવા મળી હતી.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સહિત હિન્દ મહાસાગરમાં કાયમ કરવામાં આભ્યાસ માટે સંચાલનનું કાર્યક્ષેત્ર ઉત્તરથી દક્ષિણમાં 4300 નોટિકલ માઈલ અને પશ્ચિમમાં પર્સિયન ગલ્ફથી 35 ડિગ્રી દક્ષિણ અક્ષાંશમાં આશરે 5000 નોટિકલ માઈલ છે. પૂર્વમાં ઉત્તરીય ઓસ્ટ્રેલિયાના કિનારે તે ફેલાયેલું હતું. આ સમગ્ર વિસ્તાર 21 મિલિયન ચોરસ નોટિકલ માઈલથી વધુ વિસ્તારમાં ફેલાયેલો હતો. લગભગ 70 ભારતીય નૌકાદળના જહાજો, છ સબમરીન અને 75 થી વધુ વિમાનોએ ભાગ લીધો હતો.

TROPEX 23 નો અંતિમ તબક્કો નજીક આવવાની સાથે, ભારતીય નૌકાદળના સઘન ઓપરેશનલ તબક્કાનો અંત આવી ગયો હતો. અંતિમ સંયુક્ત તબક્કાના ભાગરૂપે, રક્ષા મંત્રીએ 06 માર્ચ 2023ના રોજ નવા કાર્યરત સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર વિક્રાંત પર સમુદ્રમાં એક દિવસ વિતાવ્યો હતો. તેમણે ભારતીય નૌકાદળની ઓપરેશનલ સજ્જતા અને સાધનોની સમીક્ષા કરી હતી, જેમાં નૌકાદળે સ્વદેશી એલસીએના ડેક હેન્ડલિંગ અને લાઇવ વેપન ફાયરિંગ સહિત ઓપરેશનલ કૌશલ્ય અને લડાઇ કામગીરીના વિવિધ પાસાઓનું પ્રદર્શન કર્યું હતું.

તેમણે ભારતીય નૌકાદળની ઓપરેશનલ સજ્જતાની પ્રશંસા કરી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશ નૌકાદળ આપણા પ્રતિસ્પર્ધીઓની આર્થિક જીવનરેખા અને લશ્કરી ક્ષમતાઓને એટલી હદે વિક્ષેપિત કરવામાં સક્ષમ બને કે તેઓ તેમના યુદ્ધ પ્રયત્નો ચાલુ ન રાખી શકે તેની અપેક્ષા રાખે છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય નૌકાદળ દરિયાઈ ક્ષેત્રમાં ભારતના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે અને ભારતના શાંતિપૂર્ણ અસ્તિત્વને જોખમમાં મૂકતા કોઈપણ સંભવિત પ્રતિસ્પર્ધીના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code