રાહુલ ગાંધીને દેશની એકતા માટે ખતરનાક ગણાવતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ
રાહુલ ગાંધીને દેશની એકતા માટે ખતરનાક ગણાવતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ
નવી દિલ્હીઃ બ્રિટનના પ્રવાસમાં કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. હવે કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધીને દેશની એકતા માટે ખતરનાક ગણાવીને આક્ષેપ કર્યો હતો કે, તેઓ લોકોને ભારતના ભાગલા માટે ઉશ્કેરી રહ્યો છે કોંગ્રેસના સ્વયં ઘોષિત રાજકુમારે તમામ હદ વટાવી દીધી છે.
કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને લખ્યું કે, “ભારતના લોકો જાણે છે કે રાહુલ ગાંધી કેવા છે પરંતુ વિદેશીઓ નથી જાણતા કે તેઓ વાસ્તવમાં કેવા છે.” તેમના મૂર્ખામીભર્યા નિવેદનોનો જવાબ આપવો જરૂરી નથી, પરંતુ સમસ્યા એ છે કે, તેમના ભારત વિરોધી નિવેદનોનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી શક્તિઓ દ્વારા ભારતની છબી ખરાબ કરવા માટે કરવામાં આવી રહી છે.
આ સાથે જ તેમણએ કહ્યું કે કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીના સંબોધનનો વીડિયો પણ શેર કર્યો છે જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદી ભારતને બરબાદ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં શીખ, મુસ્લિમ અને ખ્રિસ્તી બધા જ રહે છે. બધા ભારતના નાગરિક છે, પરંતુ નરેન્દ્ર મોદી એવું માનતા નથી. તેઓ તેમને ભારતમાં બીજા વર્ગના નાગરિક માને છે.
કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીએ આપેલા સંબોધન પર ભારતમાં રાજકીય ખળભળાટ મચી ગયો હતો. ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીના સંબોધનને વિદેશની ધરતી પર ભારતનું અપમાન ગણાવ્યું છે. તેના જવાબમાં રિજિજુએ લખ્યું કે ભારતના સૌથી લોકપ્રિય અને પ્રિય પીએમ નરેન્દ્ર મોદી પાસે એક જ મંત્ર છે – એક ભારત, શ્રેષ્ઠ ભારત.