ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશેઃ કચ્છ, ગીરસોમનાથ અને પોરબંદરમાં હીટવેવની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં માર્ચના આરંભ સાથે જ ગરમીમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં પડેલા માવઠા બાદ ગરમીમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન આગામી બે દિવસમાં રાજ્યમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ગીરસોમનાથ અને પોરબંદરમાં હીટ વેવની આગાહી કરઈ છે. ત્રણેય નગરોમાં તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી વધવાની આગાહી કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર તા. 13 અને 14મી માર્ચના રોજ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, જો કે, તે પહેલા રાજ્યમાં હિટવેવની આગાહી કરાઈ છે. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા 11 અને 12 માર્ચ હીટવેવની આગાહી કરી છે. રાજ્યમાં થંડર સ્ટ્રોમ એક્ટિવેટ થતાં માવઠાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને અમરેલીમાં કમોસમી વરસાદની શકયતા વ્યક્ત કરાઈ છે. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. રાજ્યમાં આગામી દિવસોમાં ઉનાળો આકરો રહેવાની આગાહી કરાઈ છે. તેમજ હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાનનો પારો બે ડિગ્રીથી વધવાની આગાહી કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનાના આરંભ સાથે ઉનાળાનો પ્રારંભ થયો હતો. જો કે, વાતારવણમાં અચાનક પલટો આવ્યો હતો અને અમદાવાદ સહિત રાજ્યના અનેક નગરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને નુકશાન થયું હતું. હવે હિટવેવની આગાહી ઉપર કમોસમી વરસાદની શકયતાઓ વ્યક્ત કરાઈ છે.