PM મોદી આજે કર્ણાટકની મુલાકાતેઃ બેંગલુરુ-મૈસૂર એક્સપ્રેસ વે સહીત અનેક યોજનાઓનું ઉદ્ઘાટન કરશે
- પીએમ મોદી આજે બેંગલુરુ મૈસુર વેનું ઉદ્ધાટન કરશે
- અનેક પરિયોજનાઓની આપશે ભેંટ
બેંગલુરુઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક રાજ્યને ઘણી પરીયોજનાઓની ભેંટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. આ દરમિયાન, બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. 10 લેન અને 118 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસ વે લગભગ 8,480 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. તે બેંગલુરુ અને મૈસુર વચ્ચેનો મુસાફરીનો સમય ત્રણ કલાકથી ઘટાડીને લગભગ 75 મિનિટ કરશે.
આ સહીત આ દરમિયાન પીએમ મોદી કર્ણાટકમાં લગભગ 16,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ મોદીએ શુક્રવારે કહ્યું હતું કે, બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે એક મહત્વપૂર્ણ કનેક્ટિવિટી પ્રોજેક્ટ છે. આ કર્ણાટકના વિકાસના માર્ગને એક નવો આયામ આપશે.
કર્ણાટકમાં બનેલા બેંગલુરુ-મૈસૂર એક્સપ્રેસવેને કારણે બંને શહેરો વચ્ચે મુસાફરી કરવામાં ઓછો સમય લાગશે. જે પ્રવાસમાં 3 કલાકનો સમય લાગતો હતો તે હવે 75 મિનિટ લેશે. કેન્દ્ર સરકારની મુખ્ય અને મહત્વાકાંક્ષી યોજના ભારતમાલા પરિયોજના હેઠળ વિકસાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે.બેંગલોર કર્ણાટકની આર્થિક રાજધાની છે, જ્યારે મૈસુર સાંસ્કૃતિક રાજધાની છે. આ બે મોટા શહેરો ઉપરાંત આ હાઈવે શ્રીરંગપટના, કુર્ગ, ઉટી અને કેરળના ભાગોને પણ જોડશે. સમગ્ર હાઇવેને સંપૂર્ણ એક્સેસ-કંટ્રોલ સુવિધા તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
આ એક્સપ્રેસ વે પ્રદેશમાં સામાજિક-આર્થિક વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે. મોદીએ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીની ટ્વીટને ટેગ કરીને કહ્યું કે બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે NH-275નો એક ભાગ છે. આ અંતર્ગત ચાર રેલ ઓવરબ્રિજ, નવ મોટા અને 40 નાના પુલ અને 89 અંડરપાસ અને ઓવરપાસ બનાવવામાં આવ્યા છે.