જાણો વિશ્વના સૌથી નાના દેશ વિશે , જ્યાં રહેતા લોકોની સંખ્યા માત્ર 25 કે તેથી વધુ છે
આપણે સૌ કોી એ વિશે તો જાણતા હોઈે છીએ કે વસ્તીની દ્ર્ષ્ટીએ વિશ્વનો સૌથી મોટો દેશ કયો છે હાલ આ લીસ્ટમાં ચીનને પછાડીને ભારત પ્રથમ સ્થાન પર છે પણ શું તમે વિશ્વના એવા દેશ વિશે જાણો છો જ્યાની વસ્તી માત્ર 2 પવરિવારની સંખ્યા જેટલી જ છે.તો ચાલો જાણીએ સૌથી નાના દેશ વિશેની કેટલીક વાતો.
આ દેશમાં જ્યાં માત્ર 27 લોકો જ રહે છે. આ જાણીને તમને વિશ્વાસ નહિ થાય? પવિશ્વનો સૌથી નાનો દેશ ઈંગ્લેન્ડની નજીક આવેલો છે, જેનું નામ સીલેન્ડ છે. આ દેશ ઈંગ્લેન્ડના સફોક બીચથી લગભગ 10 કિમી દૂર આવેલો છે.
આ સહીત આ દેશ એક એવા કિલ્લા પર આવેલો છે જે ખંડેર હાલતમાં છે. આ કિલ્લો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યો હતો. અંગ્રેજોએ પાછળથી આ કિલ્લો ખાલી કર્યો હતો. ત્યારથી સીલેન્ડ પર જુદા જુદા લોકોનો કબજો જોવા મળે છે
આ દેશને સૂક્ષ્મ રાષ્ટ્ર કહેવામાં આવે છે. લગભગ 13 વર્ષ પહેલા 9 ઓક્ટોબર 2012ના રોજ રોય બેટ્સ નામના વ્યક્તિએ પોતાને સીલેન્ડનો પ્રિન્સ જાહેર કર્યો હતો. બેટ્સના મૃત્યુ પછી, તેના પુત્ર માઇકલ દ્વારા તેનું શાસન ચાલી રહ્યું છે.આંતરરાષ્ટ્રીય માન્યતા ન હોવા છતાં, સીલેન્ડ પાસે તેનું પોતાનું ચલણ અને સ્ટેમ્પ છે. સીલેન્ડનો વિસ્તાર ઘણો ઓછો છે જેના કારણે તેની પાસે આજીવિકાનું કોઈ સાધન નથી.
નાનામાં નાના દેશને સૂક્ષ્મ રાષ્ટ્ર કહેવામાં આવે છે અને જેને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી નથી. તે કોઈપણ દેશનો ભાગ નથી. સીલેન્ડનો કુલ વિસ્તાર 250 મીટર (0.25 કિમી) છે. પરંતુ આ કિલ્લો જર્જરિત હાલતમાં પહોંચ્યો હતો, સીલેન્ડ સિવાય તેને રફ ફોર્ટ પણ કહેવામાં આવે છે.
એવું કહેવાય છે કે જ્યારે લોકોને આ દેશ વિશે સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી તો લોકો અહીં રહેતા લોકોની મદદ માટે આગળ આવ્યા. તેણે ઘણું દાન કર્યું. જેના કારણે અહીંના લોકોને આર્થિક મદદ મળી. આ પછી અહીંના લોકોની રોજીરોટી શરૂ થઈ.હવે લોકો અહીં ફરવા જાય છે, જેના કારણે અહીં લોકો કમાણી કરવા લાગ્યા છે. આ માઇક્રો રાષ્ટ્રનું પોતાનું હેલિપેડ પણ છે. સીલેન્ડને અજ્ઞાત દેશોમાં સૌથી નાનો દેશ માનવામાં આવે છે,