એક તરફ દેશમાં કોરોનાનો કહેર ઓછો થઈ ચૂક્યો છે તો વળી બીજી તરફ H3N2નો કહેર વર્તાતો જોઈ શકાય છે,આ સહીત દેશમાં આ વાયરસથી 3 લોકોના મોત પણ થયા છે આવી સ્થિતીમાં આ વાયરસ થી બચવું જોઈએ,તો ચાલો જાણીએ ખરેખરમાં આ વાયરસના લક્ષણો શુિં છે અને તેનાથઈ બચવા માટે શું ઉપાયો કરવા જોઈએ.
ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2 એ ફરી ચિંતા વધારી છે. નિષ્ણાતો કહે છે કે ફ્લૂની રસી મેળવીને આ વાયરસને રોકી શકાય છે. જ્યારે હવામાન બદલાય છે ત્યારે ફ્લૂના કેસ ચોક્કસપણે વધે છે, પરંતુ આ વખતે વધુ દર્દીઓ સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી શરદી-ખાંસી અને તાવના દર્દીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. આ મામલે નિષ્ણાતોનું કહેવું છે કે H3N2ને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. કોરોના અને આ વાયરસ વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ છે. બંનેની મર્યાદા સમાન છે.
આ વાયરસના લક્ષણો કંઈક આવા હોય છેૉ
આ એક ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે જે શ્વસન માર્ગના ચેપનું કારણ બને છે. આ વાયરસ પક્ષીઓ અને પ્રાણીઓને પણ સંક્રમિત કરી શકે છે. પક્ષીઓ અને અન્ય પ્રાણીઓમાં ઘણી જાતો સર્જાઈ છે. H3N2 વાયરસ ઈન્ફલ્યુએન્ઝા-A વાયરસનો પેટા પ્રકાર છે. ડબ્લ્યુએચઓ અને યુએસ સીડીસી એ આપેલી માહિતી પ્રમાણે, તે મનુષ્યોમાં ઈન્ફલ્યુએન્ઝાનું મુખ્ય કારણ છે.જો તેના લક્ષણો વિશે વાત કરીએ તો આ વાયરસમાં તાવ થી ગંભીર ન્યુમોનિયા થાય છે, એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ જોવા મળે છે એટલે કે વહેતું નાક, ઉંચો તાવ છાતીમાં કફ ગળામાં દુખાવો અને થાક વગેરે આ વાયરસના લક્ષણો છે.
જો આ વાયરસથી બચવાના ઉપાયોની વાત કરીએ તો દરેક લોકોએ માસ્ક પહેરવું જોઈએ અને ભીડવાળી જગ્યાએ જવાનું પણ ટાળવું જોઈએ એકબીજાની આસપાસ કે નજીક બેસીને ખોરાક ન ખાવો તમારી આંખો અને નાકને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો તાવ આવે તો ડૉક્ટરની સલાહ લો અને આવા કોઈ પણ લક્ષણો જણાઈ તો તરત ડોક્ટર પાસે જવું જોઈએ.
tags:
H3N2 virus