1. Home
  2. ગુજરાતી
  3. હવે ઉત્તરાખંડમાં H3N2 વાયરસની એન્ટ્રી – 2 કેસ નોંધાતા સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ
હવે  ઉત્તરાખંડમાં H3N2 વાયરસની એન્ટ્રી – 2 કેસ નોંધાતા સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ

હવે ઉત્તરાખંડમાં H3N2 વાયરસની એન્ટ્રી – 2 કેસ નોંધાતા સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ

0
Social Share
  • હવે ઉત્તરાખંડમાં પણ  H3N2 વાયરસ ફેલાયો
  • રાજ્યમાં  2 કેસ નોંધાતા સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ
  • લોરોને માસ્ક પહેરવા અને ચ્વચ્છ રહેવાની સૂચના અપાઈ

દહેરાદૂનઃ-  દેશભરના કેટલાક રાજ્યોમાં H3N2ના કેસો નોંધાઈ ચૂક્યા છે, ત્યારે આ કેસના અત્યાર સુધી 3 મૃત્યુ પણ સામે આવ્યા છે ઘીરે ઘીરે  આ વાયરસ અનેક રાજ્યમાં પગપેસારો કરી ચૂક્યો છે ત્યારે હવે દેવભૂમિ ગણાતા ઉત્તરાખંડમાં પણ આ વાયરસે એન્ટ્રી કરી લીઘી છે

પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરાખંડના હલ્દવાનીમાં  આ વાયરસના 2 કેસ નોંધાયા છે. આ વાયરસને કારણે અત્યાર સુધીમાં ગુજરાત, હરિયાણા અને કર્ણાટકમાં એક એક  મોતની પુષ્ટિ થઈ છે.જે ને ધ્યાનમાં રાખીને આરોગ્ય નિષ્ણાતોએ લોકોને સાવચેતીનાં પગલાં લેવાનું સૂચન કર્યું છે.ત્યાર ઉત્તરાખંડમાં પણ 2 કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે.

આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે દરેક લોકોએ હવે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ આ સાથએ જ હાથની સારી સ્વચ્છતા રાખવી તેમજ વર્ષમાં એકવાર ફ્લૂની રસી લેવી હિતાવહ છે. આ ઉપરાંત ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફર્મેશન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નવીનતમ ડેટા મુજબ, 9 માર્ચ સુધી રાજ્યો દ્વારા H3N2 વાયરસ સહિત ઈન્ફલ્યુએન્ઝાના વિવિધ પેટાપ્રકારના કુલ 3,038 કેસોની પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં જાન્યુઆરીમાં 1,245 કેસ, ફેબ્રુઆરીમાં 1,307 અને 9 માર્ચ સુધી 486 કેસ સામેલ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code