ચીનના હોતાનમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 4.7 ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી:ચીનના હોતાનમાં ભૂકંપના સમાચાર આવ્યા છે.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, બુધવારે હોતાનથી 263 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં આ ભૂકંપ આવ્યો હતો.હોતાન એ દક્ષિણપશ્ચિમ શિનજિયાંગમાં આવેલું એક નખલીસ્તાન શહેર છે, જે પશ્ચિમ ચીનમાં એક સ્વાયત્ત પ્રદેશ છે.
યુએસજીએસ અનુસાર, ચીનના હોતાનમાં ભૂકંપ 17 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.આવી સ્થિતિમાં આ ભૂકંપને લઈને કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.