ઉનાળાની ગરમીમાં એસી કે કુલર વિના જ નેચરલ રીતે ઘરને રાખો ઠંડુ, આ ટ્રિકથી તમારા ઘરમાં ફેલાશે ઠંડક
- ઘરમાં ઠંડક ફેલાવે છે ફૂલ છોડ
- બારીઓ અને ગરવાજા પર પરદા લગાવાની આદત રાખો
હવે ઉનાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે ધરોમાં એસી કુલર હોવા છત્તા ઘરની દિનાસ કે ટેરેસ તપવાના કારણે ઘરમાંથી જાણે ગરમ લૂ આવતી હોય છે આવી સ્થિતિમાં તમારા ઘરને તમે કુદરતી રિતે ઠંડુ કરી શકો છો બસ માટે તમારે થોડી મહેનત કરવી પડશે. જો તમે એસી કુલર 24 કલાક ચાલુ રાખશો તો લાઈટબીલ તમારું બજેટ ખોળવી શકે છે જેથી આ સરળ ઉપાયને ફોલો કરીને તમે ઘરમાં ઠંડક મેળવી શકો છો.
ગેલેરીમાં, ટેરેસ પર ફૂલ છોડ વાવો
ફૂલ છોડ ઉગાડવાથી ઘરની સુંદરતા તો નધે જ છે સાથે સાથે ઘરમાં ઠંડક મળે છએ કારણ કે માટીમાં પાણી પડતા તેની ઠંડક ઘરમાં પ્રસરતી હોય છે આ માટે તમારા ઘાબા પર ઘણા બધા ફૂલ છોડ વાવી દો આ સાહીત ઘરની ગેલેરીમાં પણ નાના નાના વૃક્ષો વાવો વેલ ઉગાડો જે ઘરને છંડક આપે છે.જો તમે ઈચ્છો તો ગેલેરીને અનેક પ્રકારની વેલથી કવર કરી શકો છો જેથી સીધો તડકો ઘરમાં નહી આવે અને ઘર ગરમ નહી થાય.છોડને ઉગાડવા માટે વપરાતી માટી સૂર્યના કિરણોને સીધા ઘરમાં શોષી લે છે. આવી સ્થિતિમાં ઘર બહુ ગરમ થતું નથી. આ સાથે વૃક્ષો અને છોડ પણ ગરમ પવન માટે ઠંડકનું કામ કરે છે. જેના કારણે ઘરનું તાપમાન પણ ઘટી જાય છે.
ઘરમાં પરદાઓ લગાવો, બારી અને બારણા પર પરદા લગાવો
ધૂળથી બચવાની સાથે સાથે પડદા પણ ઘરમાં ગરમ પવનથી બચવાનું કામ કરે છે. આ કિસ્સામાં, વાંસના પડદા શ્રેષ્ઠ વિકલ્પ છે. ઘરને ઠંડુ રાખવાની સાથે તેની સુંદરતામાં પણ વધારો કરે છે. વાંસના પડદાને બદલે તમે ઘેરા રંગના પડદાનો પણ ઉપયોગ કરી શકો છો.
ઘરમાંથી વધુ વસ્તુઓને દૂર કરો
જેમ તમારું ઘર ખુલ્લુ રહેશે તેમ તમારા ઘરમાં ઠંડક રહેશે, ઘરમાં આડેધડ વસ્તુઓ મૂકી દેવાથી ઘરમાં ગરમી પ્રસરે છે જેથી કરીને ઘરને બને ત્યા સુધી ખુલ્લું રાખો,ઘરમાં સામાન ફેલાઈ જવાથી ગરમી પણ વધે છે. ઘર જેટલું ખુલ્લું અને ખાલી હશે તેટલી જ તમે ઠંડકનો અનુભવ કરી શકશો. આવી સ્થિતિમાં, શક્ય તેટલી બધી વસ્તુઓને વ્યવસ્થિત રાખવી જરૂરી છે.
ઈલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ ઓછો કરો
જો તમારા ઘરમાં ઘણા બધા વિદ્યુત ઉપકરણો છે, તો ઉનાળા દરમિયાન તેનો ઉપયોગ ઓછો કરવાનો પ્રયાસ કરો. કારણ કે આ ઉપકરણો, જે તમારા કામને સરળ બનાવે છે, ઘણી બધી ગરમી છોડે છે. જે તમારા ઘરનું તાપમાન વધારે છે. આવી સ્થિતિમાં વોશિંગ મશીન, ઓવન, પ્રેસ, વોશિંગ મશીન ડ્રાયરનો ઓછો ઉપયોગ કરવો વધુ સારું છે.