UPમાં ગુનેગારોને યોગીનો ડર, ભૂલ થયાનું લખાણ લખેલુ બોર્ડ ગળામાં ભરાવી પોલીસ સમક્ષ થયો હાજર
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે ગુનાખોરીને ડામવા માટે પોલીસને છુટો દાર આપ્યો છે. બીજી તરફ પોલીસની કામગીરીથી ગુનેગારોમાં ભય ફેલાયો છે. દરમિયાન એક ગુનેગાર મુઝફ્ફરનગરમાં ગળામાં મારાથી ભૂલ થઈ ગઈ તેવુ લખાણ લખેલુ પ્લેકાર્ડ લટકાવીને પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરનારા ગુનેગારના બે સાથીદારોની મન્સુરપુર પોલીસે દુધાહેડી જોહરા માર્ગ પરથી ધરપકડ કરી હતી. એન્કાઉન્ટર દરમિયાન પોલીસ ગોળીબારમાં એક બદમાશ ઘાયલ થયો હતો. પોલીસે આત્મસમર્પણ કરનાર ગુનેગાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સાથેની અથડામણમાં અજય સુભાષ (રહે, છપૌલી, જિલ્લા બાગપત) ઘાયલ થયો હતો. તેના અન્ય સાથી વંશ ઓમવીર (રહે, દૌરાલા, જિલ્લા, મેરઠ) પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે અંકુર ઉર્ફે રાજા જીતેન્દ્ર (રહે, શાહપુર) ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી. દરમિયાન એન્કાઉન્ટરના ડરથી આરોપી પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો. તેમજ ગળામાં પ્લેકાર્ડ લગાવેલુ હતું. જેમાં લખ્યું હતું કે, મારાથી ભૂલ થઈ ગઈ છે…
પોલીસે સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ આરંભી હતી. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. પોલીસે ટોળકીના અન્ય સાગરિતોને ઝડપી લેવા માટે ચક્રોગિતમાન કર્યાં છે.