RBI ગવર્નર શક્તિકાંત દાસને ‘ગવર્નર ઓફ ધ યર’ એવોર્ડ મળવો એ ખૂબ જ ગર્વની વાત છેઃ PM મોદી
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસને સેન્ટ્રલ બેંકિંગ એવોર્ડ્સ 2023માં ‘ગવર્નર ઓફ ધ યર’ એવોર્ડથી નવાજવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પીએમ મોદીએ ટ્વિટ કર્યું; “આપણા દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે કે @RBI ગવર્નર, શક્તિકાંત દાસજીને સેન્ટ્રલ બેંકિંગ એવોર્ડ્સ 2023માં ‘ગવર્નર ઓફ ધ યર’ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમને અભિનંદન.”
It is a matter of immense pride for our country that the @RBI Governor, Shri Shaktikanta Das Ji has been conferred with the ‘Governor of the year’ Award in the Central Banking Awards 2023. Congratulations to him. https://t.co/J7L9wQWW2Q
— Narendra Modi (@narendramodi) March 16, 2023
પ્રકાશને દાસને પુરસ્કાર આપતી વખતે જણાવ્યું હતું કે,દાસને ડિસેમ્બર 2019માં તેમની નિમણૂક બાદથી ઘણા અવરોધોનો સામનો કરવો પડ્યો છે અને કોવિડ-19 રોગચાળો અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવા બે મોટા પડકારો વચ્ચે દાસે ઉત્તમ કામ કર્યું છે. RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને વર્ષ 2015માં દેશ વતી પહેલીવાર આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.