પ્રધાનમંત્રી મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્ક 20 લાખ લોકોને રોજગાર આપશેઃ પીયૂષ ગોયલ
દિલ્હી:કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે કહ્યું કે,પ્રધાનમંત્રી મિત્ર યોજના હેઠળ 4,445 કરોડ રૂપિયાના ખર્ચે મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે.
તેમણે કહ્યું કે આ મેગા પાર્કથી 20 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે.આ ટેક્સટાઈલ પાર્ક તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં સ્થાપવામાં આવશે.
અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે આ મેગા ટેક્સટાઈલ પાર્કના અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના માટે આશરે રૂ. 70,000 કરોડનું સ્થાનિક અને વિદેશી રોકાણની અપેક્ષા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે,સાત રાજ્યોમાં ‘પ્રધાનમંત્રી મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક’ની સ્થાપના કરવામાં આવશે.